સુરત આમ આદમી પાર્ટીમાં મોટા પાટીદાર ઉધોગપતિ પણ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી અટકળો ચાલી રહી હતી જેનો આવતી કાલે અંત આવ્યો હતો અને પાટીદાર ઉધોગપતિ એવા મહેશ સવાણી એ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો છે.
સુરતના જાણીતા ઉધોગપતિ સામાજિક અગ્રણી મહેશભાઈ સવાણીએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે સર્કીટ હાઉસમાં મુલાકાત કરી હતી અને ત્યારબાદ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. મનીષ સિસોદિયાની હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
મહેશ સવાણીએ પ્રેસ કોન્ફેરેન્સમાં કહ્યું કે, હું સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યો છું. ઘણા લોકોએ મને કહ્યું કે, તમારા પર રેડ પડશે, હેરાન કરશે. મારે સેવા કરવા બદલ જો જેલમાં જવું પડે તો પણ જવા તૈયાર છું. જયારે પણ સમાજનું કામ થતું હોય ત્યારે તેમાં રાજકરણ ન હોય પરંતુ અત્યારે સમાજના કામમાં રાજકારણ થાય છે. સાથે કહ્યું કે દિલ્હીની સરકારી સ્કુલ સુવિધાઓથી સજ્જ છે. કોરોના કાળમાં લોકો મદદ માગી રહ્યા હતા ત્યારે સરકારની જવાબદારી બને કે લોકોની સેવા કરે.
ત્યારે હવે મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાતા સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં તેમના શુભેચ્છા પાઠવતા બેનરો લગાવવામાં આવ્યા હતા. જે બેનરમાં લખવામાં આવ્યું છે કે, મહેશ સવાણીનું આમ આદમી પાર્ટીમાં હાદિક સ્વાગત છે. ત્યારે હવે આ બેનરોને ઉતારવાનું કામ શરુ થઇ ચુક્યું છે.
સુરત મહાનગર પાલિકા દ્વારા આ બેનરોને ઉતારી દેવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. અલગ અલગ વિસ્તારમાંથી આ બેનરોને પાલિકા દ્વારા બેનરોને ઉતારવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના નેતા પર અને ભાજપ પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને કહી રહ્યા છે કે, આ સમગ્ર બેનરો ઉતારી દેવાનું કામ સી.આર. પાટીલના ઈશારે થઇ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.