પશ્ચિમ બંગાળ(West Bengal)માં TMC નેતાના ઘરે બોમ્બ બ્લાસ્ટ(Bomb blast) થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ બોમ્બ બ્લાસ્ટમાં 3 લોકોના મોત(3 people died) થયા છે. પૂર્વ મિદનાપુરમાં આ બ્લાસ્ટમાં TMC નેતાનું ઘર બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, પૂર્વ મેદિનીપુર બોર્ડરના ભૂપતિ નગર પોલીસ સ્ટેશન હેઠળના અર્જુન નગર વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના બૂથ પ્રમુખ રાજકુમાર મન્નાના ઘરે ગઈકાલે રાત્રે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ કેવી રીતે થયો, તેની પાછળ કોણ છે અને તેમનો હેતુ શું હતો તે અંગે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી.
Wb | A blast occurred at residence of TMC booth president Rajkumar Manna in Arjun Nagar area under Bhupati Nagar PS in Purba Medinipur limits last night. Injuries reported. Party’s National General Secretary Abhishek Banerjee is scheduled to hold a public rally in Contai today. pic.twitter.com/1ynqX7G6S3
— ANI (@ANI) December 3, 2022
સ્થાનિક લોકોનું કહેવું છે કે, મોડી રાત્રે અમે જોરદાર ધડાકાનો અવાજ સાંભળ્યો હતો. જે બાદ તેણે બહાર આવીને જોયું કે ટીએમસીના બૂથ પ્રમુખ રાજકુમાર મન્નાના ઘર પર આગ લાગી હતી. પોલીસનું કહેવું છે કે ઘરની અંદર દેસી બોમ્બ બનાવતી વખતે વિસ્ફોટ થયો હતો કે ઘર પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. બ્લાસ્ટનું કારણ જાણવા એફએસએલની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે જ્યાં સુધી કોઈ નક્કર માહિતી નહીં આવે ત્યાં સુધી કોઈ નિવેદન આપવામાં આવશે નહીં.
અમે તમને જણાવી દઈએ કે, આજે પૂર્વ મેદિનીપુર જિલ્લાના કાંઠીમાં TMCના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીની બેઠક યોજાવવાની છે. બેઠક પહેલા શુક્રવારના રોજ મોડી રાત્રે બૂથ પ્રમુખ રાજકુમાર મન્નાના ઘરમાં વિસ્ફોટ થતા હાહાકાર મચી જવા પામ્યો છે. આ ઘટનામાં બૂથ પ્રમુખ રાજકુમાર મન્ના સહિત ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા છે. વિસ્ફોટનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લોકો દ્વારા આ અંગે ભૂપતિનગર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી.
માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે જણાવતા કહ્યું છે કે, આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, પરંતુ અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના શુક્રવારના રોજ એટલે કે ગઈકાલે રાત્રે લગભગ 10.30 વાગ્યે પોલીસ સ્ટેશન વિસ્તારના અર્જુન નગર ગ્રામ પંચાયતના નરાયબિલા ગામમાં બની હતી. મૃત્યુ થનાર લોકોમાં રાજકુમાર મન્ના, તેના ભાઈ દેવકુમાર મન્ના અને વિશ્વજીત ગાયનનો સમાવેશ થાય છે. રાજકુમાર મન્ના વિસ્તારના તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે જાણીતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.