પશ્ચિમ બંગાળમાં મંગળવાર સવારથી જ કુલ 31 બેઠકો માટે ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. મતદાનની શરૂઆત સાથે જ ભાજપ અને ટીએમસી વચ્ચે આરોપો-પ્રત્યારોપોનો સિલસિલો પણ ચાલુ થઈ ગયો છે. ટીએમસીએ પોલિંગ બૂથ ખાતે મતદાતાઓને હેરાન કરવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ તરફ ભાજપના નેતાએ ટીએમસી નેતાના ઘર બહારથી એક ઈવીએમ મશીન મળી આવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉલુબેરિયામાં તૃણમૂલ કોંગ્રેસના નેતાના ઘરેથી ઇવીએમ અને વીવીપેટ મશીનો મળી આવ્યા હતા. જોકે, કમિશને કહ્યું હતું કે, મંગળવારે આ મશીનોના મતદાન સાથે હવે કોઈ જોડાણ નથી. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ હંગામો મચાવ્યો હતો અને કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
તે જ સમયે આ ઘટના અંગે ચૂંટણી પંચે કહ્યું, ‘સેક્ટર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે આરક્ષિત ઇવીએમ હતું, જેને ચૂંટણી પ્રક્રિયાથી દૂર કરવામાં આવ્યો છે. તમામ સામે ગંભીર કાર્યવાહી કરવામાં આવશે.
Sector Officer has been suspended. It was a reserved EVM that has been removed from the election process. Severe action will be taken against all involved: Election Commission of India (ECI)
EVMs and VVPATs were found at the residence of a TMC leader in Uluberia, West Bengal pic.twitter.com/IBFwmDSXeY
— ANI (@ANI) April 6, 2021
અધિકારીઓ એક સબંધીના ઘર-ઇસી પર સુતા હતા
કમિશને જણાવ્યું હતું કે, “હાવડા જિલ્લાના વિધાનસભા મત વિસ્તાર 177 ઉલુબેરિયા ઉત્તરના સેક્ટર 17 ના સેક્ટર અધિકારી તપન સરકાર, રિઝર્વ ઇવીએમ સાથે ગયા અને એક સંબંધીના ઘરે સૂઈ ગયા. ચૂંટણી પંચના નિર્દેશોનું આ એકદમ ઉલ્લંઘન છે, જેના માટે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મોટી સજા માટે ચાર્જ નક્કી કરવામાં આવશે.
સવારે સાડા છ વાગ્યાથી મતદાન માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. રાજ્યમાં 205 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં મંત્રી અશિમા પાત્રા, ભાજપ નેતા સ્વપનદાસ ગુપ્તા અને સીપીઆઈ (એમ) ના નેતા કાંતિ ગાંગુલીનો સમાવેશ થાય છે. ચૂંટણીમાં 78.5 લાખથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ચૂંટણી પંચે તમામ વિધાનસભા મતવિસ્તારોને ‘સંવેદનશીલ’ જાહેર કરતાં સીઆરપીસીની કલમ 144 હેઠળ નિષિદ્ધ હુકમો લાગુ કર્યા છે.
શાંતિપૂર્ણ મતદાન માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને 10,871 મતદાન મથકોની સુરક્ષા માટે કેન્દ્રીય દળોની 618 કંપનીઓને તૈનાત કરવામાં આવી છે. મહત્વપૂર્ણ સ્થળોએ કેન્દ્રીય દળોની મદદ માટે રાજ્ય પોલીસ દળ પણ તૈનાત કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળની 294 વિધાનસભા બેઠકો માટે આઠ તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે. 2 મેના રોજ મતગણતરી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.