27 વર્ષના શાસનમાં જે કામ ભાજપએ નથી કર્યું તે, આપ 5 વર્ષમાં કરી બતાવશે…- ઇન્દ્રનીલ રાજગુરુ

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નિવેદન કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં ચૂંટણી થવાની છે અને જ્યારે અરવિંદ કેજરીવાલ અને ‘આપ’ના બીજા દિગ્ગજ નેતાઓ ગુજરાત આવે છે ત્યારે ગુજરાતના લોકો તેમને સ્કૂલો બતાવે છે અને કહે છે કે જુઓ કેટલી ખરાબ સ્કૂલો છે અને પાછલા 27 વર્ષથી ભાજપે સ્કૂલો માટે કંઈ જ કામ કર્યું નથી. જ્યારે ‘આપ’ના નેતાઓ ગુજરાત આવીને કહે છે કે તેમને પાંચ વર્ષમાં સ્કૂલ બદલી છે અને ભાજપે પાછલા 27 વર્ષથી સ્કુલો માટે કઈ કર્યું નથી.

જો આ લોકો 27 વર્ષમાં અત્યારે 73 સરકારી સ્કૂલ ઠીક કરે છે તો ગુજરાતમાં કુલ 40,800 સરકારી સ્કૂલો છે. તો એ પ્રમાણે આ બધી સ્કૂલો ઠીક કરતા ભાજપને 15000 વર્ષો વીતી જશે. હું તેમને કહેવા માગું છું કે ભાજપનો આ ફોર્મ્યુલા ખૂબ જ ભંગાર છે. 27 વર્ષમાં 73 સ્કૂલ ઠીક કરવાનો ફોર્મુલા ગુજરાતના કોઈ પણ કામનો નથી. ગુજરાતની જનતા ઈચ્છે છે કે પાંચ વર્ષમાં જ સ્કૂલો ઠીક થઈ જાય.

હજારો વર્ષો સુધી જનતા રાહ જોવા નથી માંગતી. એટલે જ આજે ગુજરાતની જનતા અરવિંદ કેજરીવાલજીના કામ પર વિશ્વાસ કરી રહી છે કે જો કેજરીવાલ દિલ્હીની સ્કૂલો ઠીક કરીને બતાવી શકે છે તો ગુજરાતની સ્કૂલો પણ આમ આદમી પાર્ટીની સરકાર પાંચ વર્ષમાં ઠીક કરી શકે છે. હું ગુજરાતમાં ઘણી જગ્યાએ સરકારી સ્કૂલો જોવા ગયો હતો અને ત્યાં મેં જોયું કે ગુજરાતની સ્કૂલોની હાલત કેટલી ખરાબ છે.

ભાજપ અને કોંગ્રેસના લોકો પ્રાઇવેટ શાળાઓના સંચાલકો સાથે મળીને કામ કરે છે અને એટલા માટે તેઓ પ્રાઇવેટ સ્કુલોમાં બેફામ ફી વધારાને સપોર્ટ કરે છે અને વારંવાર કોશિશ કરે છે કે સરકારી સ્કૂલ અને સરકારી કોલેજોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય. ત્યારબાદ આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુએ આગળ જણાવ્યું કે, પાટીલએ જે બયાન આપ્યું કે 27 વર્ષોમાં તેમણે 73 શાળાઓ ઠીક કરી અને એ પણ પ્રાથમિક શાળાઓ ઠીક કરી છે.

આ ગુજરાતના લોકોને મંજૂર નથી ગુજરાતના લોકો પાંચ વર્ષમાં શાળાઓ ઠીક કરવા માંગે છે. આ થઈ શકે છે કારણ કે કેજરીવાલએ કરીને બતાવ્યું છે અને ગુજરાતમાં પણ કરીને બતાવશે. સી.આર.પાટીલ સાહેબે અમને ગુજરાતની શાળાઓ જોવા માટે પણ આમંત્રણ આપ્યું છે. તો ગુજરાતની સરકારી શાળાઓ જોવાની સી.આર.પાટીલના નિમંત્રણને દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સ્વીકાર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *