આજે મંગળવારે પ્રખ્યાત કવિ રાહત ઇંદૌરી rahat indori નું હાર્ટ એટેકને કારણે અવસાન થયું છે. તેમને કોરોના વાયરસથી પણ ચેપ લાગ્યો હતો, જેના માટે તેમને મધ્યપ્રદેશના ઇન્દોરમાં 10 ઓગસ્ટની મોડી રાતે અરવિંદો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાહત ઈન્દૌરીના પુત્ર સુતલજે આ અંગે માહિતી આપી હતી, બાદમાં રાહત ઇંદૌરીએ પણ આ અંગે ટ્વીટ કરી હતી.
ઘણા વર્ષો પહેલા તેમના એક શાયરી ના પ્રોગ્રામમાંતેમની સાથે બનેલી વાસ્તવિક ઘટના ની વાત કરતાં બનેલો પ્રસંગ કહ્યો હતો કે, એકવાર ઇમર્જન્સી દરમિયાન તેમણે કહ્યું હતું કે સરકાર ચોર છે. તો સવારે તેમને પોલીસ સ્ટેશનેથી તેડું આવ્યું હતું. અને પોલીસે કહ્યું કે એમ સરકાર છે? તો તેમણે કહ્યું કે જી ના, મેં એવું થોડુ કહ્યું છે કે ભારતની સરકાર ચોર છે, કે પાકિસ્તાનની સરકાર ચોર છે કે અમેરિકાની સરકાર છે. આવું કહેવા પર પોલીસે તેમને કહ્યું કે શું તમે અમને મૂરખ સમજો છો?
ત્યારે તેઓ ઇન્દિરા સરકાર વિરુદ્ધ સરકાર ક્યાં ની ચોર છે? તે ઇમર્જન્સી નો જમાનો હતો, તે વખતે ખૂબ સાવધાની રાખવી પડતી હતી. તેમણે પછી આ પ્રોગ્રામમાં શાયરી કરતાં કહ્યું હતું કે, લૂંટ મચી હે ચારોં ઓર, સારે ચોર. એક જંગલ ઔર લાખો મોર. એક થેલીમે ઓફિસર બી ઓર ચપરાસી બી. ક્યાં તાકતવર ક્યા કમજોર, સારે ચોર. ઉજળે કુરતે પહેન રખે હૈ સાપોને. યે ઝહેરિલે આદમખોર , સારે ચોર.
અહીંયા આપેલા વીડિયોમાં તે શાયરી તમે આખી સાંભળી શકો.
जो तौर हैं दुनिया का उसी तौर से बोलो, बहरो का इलाका हैं जरा जोर से बोलो
दिल्ली में हम ही बोला करे अमन की बोली
यारो कभी तूम लोग भी लाहोर से बोला करो
उंगलियां यूं न सब पर उठाया करो, खर्च करने से पहले कमाया करो
जिंदगी क्या है खुद ही समझ जाओगे, बारीशो में पतंगे न उडाया करो
चांद सूरज कहां, अपनी मंज़िल कहां, ऐसै वैसों को मुंह मत लगाया करो।
રાહત ઇંદોરી સૌથી વધારે આક્રમક શાયરી માટે જાણીતા હતા. દેશમાં ચાલતી સરકારો પર એમનાં તીર ચલાવવાનો અંદાજ જગજાહેર છે. ઉર્દૂ સાહિત્યમાં આવા આક્રમક શાયરો બહુ ઓછા છે. રાહત ઇન્દોરી એમા નાં એક હતા.
નીચેનો વિડિયો લગભગ 1996 નો છે. આજ કાલ નાં મૂશાયરાઓમાં વાહવાહી કરતા શાયરો કરતા રાહત ઇંદોરી નો જે અંદાજ અલગ હતો. તેઓનો અંદાજ આજથી 25 વર્ષ પહેલા પણ આવો જ હતો. ઉર્દૂ અને હિન્દી સાહિત્ય માં રાહત સાહેબનાં 40-45 વર્ષ નાં યોગદાનની ઇતિહાસમાં નોંધ લેવાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP