જો તમે 10 પાસ છો? તો બનો હોમગાર્ડ, જાણો ક્યાંથી મળશે ફોર્મ

Published on: 5:29 pm, Thu, 21 October 21

ગૃહરક્ષક દળમાં સમાજના વિવિધ વર્ગના નાગરિકો ભરતી થઈ કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં પોલીસ દળને મદદરૂપ થાય છે તેમ જ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં વહીવટી તંત્રને મદદરૂપ થાય છે. ગૃહરક્ષક દળમાં સેવા  આપવા ઇચ્છા  ધરાવતા સમાજના તમામ વર્ગના કોઈપણ નાગરિક જોડાઈ શકે છે. આ અંગે નીચે દશાવેલી કાર્યપદ્ધતિથી અને લાયકાત ધરાવનારને હોમગાર્ડઝ સભ્ય તરીકે દાખલ કરવામાં આવે છે.

ત્યારે હવે સુરત શહેરમાં હોમગાર્ડ દળમાં ભરતીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં માનદ સેવા આપવા ઈચ્છુક વ્યક્તિઓ અરજી કરી શકે છે. ગૃહરક્ષક દળમાં ભરતી થવા માટે નીચે દર્શાવવામાં આવેલ લાયકાતના આધારે લોકો અરજી કરી શકે છે.

દળમાં ભરતી થવા ઇચ્છિત વ્યક્તિ નીચેની લાયકાતો ધરાવતો હોવો જોઈએ:
દળમાં ભરતી થવા ઇચ્છિત વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ. ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલી ન હોવો  જોઈએ.
તેની ઉંમર ૧૮ વર્ષની હોય અને ૫૦ વર્ષની થઈ ન હોય. કોઈપણ ભાષામાં તેણે ધોરણ-૧૦ ની પરીક્ષા પાસ કરી હોય. કમાન્ડન્ટ જનરલશ્રીના આદેશો અનુસાર તેની તબીબી તપાસ કરવામાં આવી હોય અને કમાન્ડન્ટના અભિપ્રાય મુજબ તે શારીરિક દ્રષ્ટીએ યોગ્ય હોય.

હોમગાર્ડઝના સભ્ય તરીકે નીમવા ઇચ્છિત વ્‍યક્તિએ નમૂનો “ક” માં અરજી કરવી જોઈએ. જે વિસ્તારમાં ભરતી થવા  ઇચ્છીત વ્યક્તિએ 21 રીક્રુટ પરેડમાં તાલીમ સ્વખર્ચે તથા  પોતાના જોખમે પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું રહેશે. હોમગાર્ડઝના સભ્ય તરીકે પોતાની નિમણૂક થતાં પહેલા દરેક વ્યક્તિએ કમાન્ડન્ટ અથવા તેણે આ હેતુ માટે અધિકૃત કરેલા અધિકારીની સમક્ષ નમૂનો “ખ” પ્રમાણેના પ્રતિજ્ઞાપત્ર ઉપર સહી કરવી જોઈશે. હોમગાર્ડઝના સભ્ય તરીકે નિમાયેલી દરેક વ્યક્તિને નમૂના “ગ” પ્રમાણેનું નિમણૂક પ્રમાણપત્ર મળશે.

હોમગર્ડઝમા ભરતી થવા માટેની પુરુષ તથા મહીલા સભ્યની શારિરીક લાયકાત:

હોમગાર્ડઝ ભરતી થવા માટેની પુરુષ ઉમેદવારની લાયકાત:
ઉમેદવારની ઉંમર: ૧૮ થી ૫૦ વર્ષ હોવી જોઈએ.
ઉમેદવારની ઉંચાઇ: ૧૬૨ સેન્ટીમીટર હોવી જોઇએ.
છાતી : સામાન્ય ૭૯ સેન્ટી મીટર હોવી જોઈએ, ૦૫ સેન્ટી મીટર છાતી ફુલાવી શકતા હોવા જોઇએ
વજન: ૪૦ કિલો

હોમગાર્ડઝ ભરતી થવા માટેની મહીલા હોમગાર્ડઝ ઉમેદવારની લાયકાત:
ઉમેદવારની ઉંમર: ૧૮ થી ૫૦ વર્ષ હોવી જોઈએ
ઉંચાઇ : ૧૫૦ સેન્ટી મીટર
વજન : ૪૦ કિલો
છાતી : ઓછામા ઓછી 1/1 ઇંચ ફુલાવેલી હોવી જોઇએ.

હોમગાર્ડઝ દળમાં ભરતી માટે ફોર્મ મેળવવાની તારીખ અને સમય:
તારીખ 22-10-2021 થી 24-10-2021 સવારે 11:00 થી 03:00 કલાક સુધી

હોમગાર્ડઝ દળમાં ભરતી માટેના ફોર્મ જમા કરાવવાની તારીખ અને સમય:
તારીખ 26-10-2021 થી 28-10-2021 સવારે 11:00 કલાકથી બપોરે 03:00 કલાક સુધી.

ફોર્મ મેળવવા અને જમા કરવાનું સ્થળ:
SMC પાર્ટી પ્લોટ, ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં અઠવાલાઇન્સ સુરત.
ભાતની વાડી, ઝવેરચંદ મેઘાણી ગાર્ડનની પાછળ આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળા, મીની બજાર, વરાછા રોડ, સુરત.
પુરવઠા ઝોનલ કચેરીની ઉપર પોસ્ટ ઓફિસની બાજુમાં અમરોલી ગામ, સુરત.
ભાણકી સ્ટેડિયમ મોરા ભાગળ રાંદેર રોડ, સુરત.
13, ગજાનંદ કોમ્પલેક્ષ પોસ્ટ ઓફિસની નજીક, સ્ટેશન રોડ, સચિન.

ઉમેદવારે પોતાના રહેણાંક વિસ્તારના નજીકના સ્થળે થી જ ફોર્મ મેળવવાનું રહેશે અને ફોર્મ મેળવતી વખતે રૂબરૂ હાજર રહી સક્ષમ અધિકારી સમક્ષ અભ્યાસના પુરાવાઓ રજૂ કરવાના રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati surat, ગૃહરક્ષક દળ, ભરતી, સુરત, હોમગાર્ડ