અમદાવાદના સ્ટેડીયમમાં રમાઈ રહેલ ભારત તથા ઈંગ્લેન્ડ વચ્ચેની 5 T-20 મેચની સીરીઝનો ચોથો મુકાબલો અમ્પાયરના અમુક નિર્ણયને લઈ વિવાદાસ્પદ રહ્યો હતો. આ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 8 રનથી હાર આપી હતી. આ જીતની સાથે ભારત T-20 સીરીઝમાં 2-2ની બરાબરી પર પહોંચી ગયું છે.
ભારતીય ઈનિંગનો મદાર સૂર્યકુમાર યાદવ તથા શ્રેયસ અય્યરની ધમાકેદાર બેટિંગ રહી હતી. સૂર્યકુમાર યાદવે 31 બોલમાં 57 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ભારતે આ મુકાબલો ભલે જ જીતી લીધો હોય પણ આ મેચે કેટલાક પ્રશ્નો છોડ્યા છે.
કેમ થયો વિવાદ ?
ભારતીય ઈનિંગની 14મી ઓવર ઈંગ્લેન્ડનો સેમ કરન ફેંકી રહ્યો હતો. આ દરમિયાન તેમની સામે સૂર્યકુમાર યાદવ હતા. સેમ કરનના એક બોલ પર સૂર્યકુમારે સ્કૂપ શોટ રમ્યો જો ડીપ ફાઈન લેગ પર ફિલ્ડિંગ કરી રહેલ ડેવિડ મલાન પાસે ગયો હતો.
મલાને કેચ પકડી લીધો હતો. જો કે, મલાને પકડેલો આ કેચ જમીનને અડકી ગયો હોવા છતાં ડેવિડ મલાને કેચની અપીલ કરી હતી. આ કેચ યોગ્ય રીતે પકડાયો છે કે નહીં તે જોવા માટે ફિલ્ડ અમ્પાયરે ત્રીજા અમ્પાયર પાસે મદદ માગી હતી. નિયમ પ્રમાણે મેદાનના અમ્પાયરે પોતાનો નિર્ણય પણ આપવો પડે છે.
આની અંતર્ગત ફિલ્ડ અમ્પાયરે સૂર્યકુમારને આઉટ જાહેર કર્યો હતો. આ મેચમાં ત્રીજા અમ્પાયરની ભૂમિકામાં વીરેન્દ્ર શર્મા હતો. થર્ડ અમ્પાયરે જણાવ્યું હતું કે, પુરતા પુરાવા ન મળ્યા થર્ડ અમ્પાયર વીરેન્દ્ર શર્માએ સૂર્યકુમારના કહેવાતા કેચનો વીડિયો અનેકવાર જોયો હતો.
રીપ્લે જોઈને ખ્યાલ આવ્યો કે, ડેવિડ મલાને જ્યારે કેચ પકડ્યો ત્યારે બોલ જમીનને અડકી રહ્યો હતો. એમ છતાં અમ્પાયરે સફાઈથી કેચ પકડ્યો તેના કોઈ જ પુરાવા મળ્યા ન હતા. થર્ડ અમ્પાયરે વીરેન્દ્ર શર્માનું માનવું છે કે, કેચ ડ્રોપ થવાના કનક્લૂઝિવ એવિડન્સ (પુરાતા પુરાવા) નથી. જેથી ત્રીજા અમ્પાયરે ગ્રાઉન્ડ અમ્પાયરના નિર્ણયને યથાવત રાખતા સૂર્યકુમાર યાદવને આઉટ જ જાહેર કર્યો હતો.
જાણો શું હોય છે સોફ્ટ સિગ્નલ?
મેચ વખતે જો કોઈ ફિલ્ડર એવો કેચ પકડે કે જેમાં તે વાત સ્પષ્ટ નથી કે તેને આ કેચ સફાઈથી લીધો છે કે નહીં. એવા સમયે ગ્રાઉન્ડ અમ્પાયર તે કેચ અંગે ત્રીજા અમ્પાયરને તપાસ કરવાનું કહે છે. જો કે, ત્રીજા અમ્પાયરથી પહેલાં ગ્રાઉન્ડ અમ્પાયરને મેદાન પર હાજર પોતાના સાથીદાર અમ્પાયરથી વાતચીત કરીને નિર્ણય લેવાનો હોય છે.
ક્રિકેટની ભાષામાં તેને સોફ્ટ સિગ્નલ કહેવામાં આવે છે. ત્યારપછી ત્રીજો અમ્પાયર મોનિટર પર તેને અનેક એન્ગલથી જુએ છે. આ દરમિયાન તેને આઉટ આપવાના પર્યાપ્ત પુરાવા મળી રહે તો તે બેટ્સમેનને આઉટ કરાર જાહેર કરવામાં આવે છે ઘણીવાર એવું થાય છે કે, ટીવી અમ્પાયરને પર્યાપ્ત પુરાવા મળતા નથી.
આવી સ્થિતિમાં ત્રીજો અમ્પાયર ગ્રાઉન્ડ અમ્પાયરના નિર્ણયને યોગ્ય માને છે. સૂર્યકુમાર યાદવ વખતે આવું થયું હતું. તેનો કેચ સફાઈથી પકડ્યો હતો કે નહીં તે સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. જેથી ગ્રાઉન્ડ અમ્પાયરે ત્રીજા અમ્પાયર પાસેથી મદદ માગી હતી.
ગ્રાઉન્ડ અમ્પાયરે પોતાના સાથી અમ્પાયરની સાથે વાત કરીને સોફ્ટ સિગ્નલ અંતર્ગત સૂર્યકુમારને આઉટ જાહેર કર્યો હતો. ત્યારપછી ત્રીજા અમ્પાયર વીરેન્દ્ર શર્માએ તે કેચને અનેક એન્ગલથી જોયો પણ તેને કોઈ જ પુરતા પુરાવા મળ્યા નહી. અમ્પાયર વીરેન્દ્ર શર્માએ મેદાન પરના અમ્પાયરના નિર્ણયને યથાવત રાખતા સૂર્યકુમાર યાદવને આઉટ જાહેર કરી દેવામાં આવ્યો હતો.
શું કહે છે નિયમ ?
થર્ડ અમ્પાયરને શંકાસ્પદ કેચના નિર્ણયને રેફર કરવાના મામલે ICCના નિયમ પ્રમાણે ગ્રાઉન્ડ અમ્પાયરને સોફ્ટ સિગ્નલને ત્યારે ફેરવી શકાય છે કે, જ્યારે રિપ્લેમાં તે માટે પર્યાપ્ત પુરાવા મળે એટલે રિપ્લેથી સ્પષ્ટ થાય છે કે, ગ્રાઉન્ડ અમ્પાયરને જે લાગી રહ્યું છે તે ખોટું છે.
જો ગ્રાઉન્ડ અમ્પાયરે આઉટને સોફ્ટ સિગ્નલ આપ્યું છે તો ટીવી અમ્પાયર ત્યારે જ નોટઆઉટ આપી શકે છે કે, જ્યારે રિપ્લેથી સ્પષ્ટ થાય કે બેટ્સમેન નોટઆઉટ જ છે. સૂર્યકુમારના મામલે તે સ્પષ્ટ થતું ન હતું કે કેચ ડ્રોપ થયો છે કે નહીં. જેથી આઉટ આપવામાં આવ્યો.
ક્લીન કેચનો નિયમ શું છે ?
જો કોઈ ફિલ્ડર લો કેચ (જમીનથી નજીકનો કેચ) પકડે તો તેની આંગળી બોલની નીચે હોવી જોઈએ. જો કોઈ મામલામાં ફિલ્ડરની 2 આંગળી બોલની નીચે છે તેમજ બોલ ગ્રાઉન્ડમાં અડકે છે તો પણ કેચ ક્લીન માનવામાં આવે છે તેમજ બેટ્સમેનને આઉટ જાહેર કરવામાં આવે છે.
સૂર્યકુમારના મામલે બોલ જમીન પર અડકેલી જોવા મળે છે પણ તે સ્પષ્ટ નથી થતું કે, ફિલ્ડરની આંગળી બોલની નીચે છે કે નહીં. જો કે, ગ્રાઉન્ડ અમ્પાયરે આઉટ આપ્યો હતો સ્પષ્ટ પુરાવાના અભાવને કારણે થર્ડ અમ્પાયરને આ નિર્ણય બરકરાર રાખવા પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle