તિરુપતિ બાલાજી મંદિરમાં મુંડવામાં આવે છે વાળ, જાણો વાળ સાથે શું કરવામાં આવે છે….

આપણા ભારત દેશમાં દરેક ધર્મની પોતાની અલગ માન્યતાઓ છે. તે જ માન્યતાઓને લઈને લોકોમાં વિશ્વાસ પણ જોવા મળે છે. હિંદુ ધર્મ પણ આવી જ એક પરંપરા છે જેને મુંડન કરાવવુ કહે છે.જી હાં તમને જાણીને નવાઈ લાગશે કે આ માન્યતા ફક્ત નાના બાળકો સુધી સીમિત નથી પરંતુ મનની ઇચ્છા પૂરી થવા પર દક્ષિણમાં તિરુપતિ અને તિરુમાલા જેવા મંદિરોમાં પુરુષો સહિત મહિલાઓ પણ મુંડન કરાવે છે. ખરેખર એવું કહેવામાં આવે છે કે આવું કરવાથી ભગવાન ખુશ થાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વાળ મુંડન કરાવ્યા બાદ આ વાળનું શું કરવામાં આવે છે.

જોકે એ જાણીને થોડુંક નવું લાગશે પરંતુ વાસ્તવમાં અહીંયા જ વાળનું એક બહુ મોટું માર્કેટ છે. જી હા અહીંયા નવાઈની વાત એ છે કે જે વાળને આપણે કચરો સમજીને ફેંકી દઈએ છીએ એ જ વાળ આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયામાં વેચાય છે. તમને જણાવી દઈએ કે સૌંદર્ય અને કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં આ વાળની બહુ માંગ હોય છે.આ ઉપરાંત એક અનુમાન છે કે તિરુમાલા તિરુપતિ મંદિરમાંથી જ દરેક વર્ષે અઢીસો કરોડ રૂપિયામાં વાળ નુ વેચાણ થાય છે. જોકે આ વાળનો ઉપયોગ કરતા પહેલા તેને ઘણી બધી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. ત્યારે જઈને આ વાળ માર્કેટમાં વેચાવા માટે યોગ્ય હોય છે.

આ પ્રક્રિયામાં વાળની પહેલા ગૂંચ સુલજાવામાં આવે છે. ત્યારબાદ તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. તેમાં વાળની ગુણવત્તા, રંગ, લંબાઈ વગેરે આધાર પર તેમને વર્ગીકૃત કરવામાં આવે છે. બધા જ દેશોમાં અલગ-અલગ વાળ નું ચલણ છે. તો આ વાળને શુદ્ધ કરીને તેને ફરીથી મનપસંદ રંગથી ડાઈ કરવામાં આવે છે. બસ પછી આ વાળ કિલોના ભાવમાં વેચવા માટે બજારમાં આપવામાં આવે છે. આ ઉપરાંત આ વાળને પેક કરીને તેને વિતરણ પર કરવામાં આવે છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *