આજકાલ તમામ મિત્રો પોતાના ફોનમાં ઈંસ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ વાપરતા જ હશે. વોટ્સએપમાં અફવાઓ અને હકીકતો ખુબ ઝડપથી વાઇરલ થઇ જાય છે. ત્યારે હાલમાં વોટ્સએપ માં એક એવો મેસેજ ફેલાઈ રહ્યો છે જેમાં વોટ્સએપ પોતાના કેટલાક યૂઝર્સના અકાઉન્ટ બંધ કરી રહ્યું છે તેવી ચર્ચાઓ છે. વોટ્સએપના બ્લોગ અનુસાર કંપની એવા લોકોના અકાઉન્ટ બંધ કરી રહી છે જે જીબી વોટ્સએપ અને વોટ્સએપ પ્લસ જેવી એપનો ઉપયોગ કરે છે. આ બંને એપ વોટ્સએપની થર્ડ પાર્ટી અને નકલી એપ છે. બ્લોગમાં કહેવાયું છે કે કેટલાક ડેવલપર્સ વોટ્સએપની અસલી એપને એડિટ કરી નકલી એપ બનાવી રહ્યા છે.
વોટ્સએપએ પોતાના faq પેજ પર એક પોસ્ટના માધ્યમથી જણાવ્યું છે કે જો કોઈ યૂઝર્સને વોટ્સએપમાં Temporarily banned એવો મેસેજ મળે તો ચિંતા કરવાની જરૂર નથી પરંતુ તેનો અર્થ છે કે તમે નકલી વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છો. તેવામાં આ વોટ્સએપને ડિલીટ કરી અને અસલી વોટ્સએપ ડાઉનલોડ કરી દેવું. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં આવેલી એક રીપોર્ટ અનુસાર ફેસબુક વોટ્સએપ માટે ક્રિપ્ટોકરેન્સી લાવવાની તૈયારી કરી રહી છે. જેની તૈયારીના ભાગરૂપે અનેક ફેરફાર કરવામાં આવશે.
જો તમને આવો મેસેજ મળે તો તરત ડીલીટ કરી દેજો. કેમ કે આ મેસેજથી તમે તે એપ્લિકેશન ડાઉન્લોડ તો કરશો અને પછી તમારા જરૂરી અને ગોપનીય ડોક્યુમેન્ટ કોઈને મોકલશો તો તેનો ગમે તે વ્યક્તિ તેનો ખોટો ઉપયોગ કરી શકે છે.