પંજાબ(Punjab)માં આમ આદમી પાર્ટી (AAP)ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માન(bhagwant mann)ના શપથ ગ્રહણ સમારોહ માટે શહીદ આઝમ ભગત સિંહ(Bhagat Singh)ના ગામ ખટકર કલાનમાં 40 એકરનો ઘઉંનો પાક દૂર કરવામાં આવી રહ્યો છે. પંજાબ વિધાનસભા ચૂંટણી(Assembly elections)માં AAPએ 117માંથી 92 બેઠકો જીતી છે. AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માનનો શપથ ગ્રહણ સમારોહ 16 માર્ચે શહીદ આઝમ ભગત સિંહના ગામમાં યોજાનાર છે.
કોંગ્રેસ નેતા અલકા લાંબાએ પંજાબ સરકારના આદેશને ટ્વિટર પર શેર કરીને AAPનો પર્દાફાશ કર્યો છે. આ આદેશમાં મહેસૂલ અને પુનર્વસન વિભાગને શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ માટે શહીદ ભગત સિંહ નગરના ડેપ્યુટી કમિશનરને 2.61 કરોડ રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું છે. આ શપથ ગ્રહણ સમારોહમાં એક લાખ લોકો આવવાની આશા છે.
અધિકારીઓએ જણાવ્યું કે, શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેનારા લોકોના વાહનોના પાર્કિંગ માટે ગામની 40 એકર જમીનમાં ઊભેલા ઘઉંના પાકને દૂર કરવામાં આવી રહ્યો છે. પંજાબના એડિશનલ ચીફ સેક્રેટરી એ વેણુ પ્રસાદ સોમવારે ખટકર કલાનમાં તૈયારીઓની સમીક્ષા કરવા પહોંચ્યા હતા.
ખેડૂતોને તેમના ઉભા પાકને પાછી ખેંચી લેવા માટે કહેવામાં આવ્યું છે અને તેના બદલામાં તેમને પ્રતિ એકર લગભગ 46,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. અધિકારીઓએ જરૂર પડ્યે વધુ પાક દૂર કરવાનો ઇનકાર કર્યો નથી.
ભગવંત માને લોકોને 16 માર્ચે મોટી સંખ્યામાં ખટકર કલાન પહોંચવાની અપીલ કરી છે. તેમણે લોકોને પુરુષો માટે બસંતી પાઘડી અને મહિલાઓ માટે બસંતી ચાદર પહેરવાની વિનંતી કરી છે. તેમણે કહ્યું કે તે દિવસે ખટકર કલાનને બસંતી રંગમાં રંગવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.