હાલમાં એક એવી ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે કે, જેને જાણીને તમને ખુબ આઘાત લાગશે. પ્રખ્યાત અભિનેત્રી કરીના કપૂર ખાન તેની પ્રેગનેન્સીને લઈ ખુબ ચર્ચામાં આવી છે. અભિનેત્રી ટૂંક જ સમયમાં બીજીવાર માતા બનવા માટે જઈ રહી છે પણ આ સમય દરમિયાન તે સુપર એક્ટીવ પણ રહેલી છે.
આજે અમે તમને કરિના કપૂરની સાથે જોડાયેલ આવા જ એક કિસ્સા વિશે જણાવવા માટે જઈ રહ્યા છીએ કે, જે તેના નાનપણના દિવસોથી સંબંધિત છે. આ વાર્તા ખુદ કરીનાએ એક ઇન્ટરવ્યૂ વખતે શેર કરી હતી. કરીનાના જણાવ્યા પ્રમાણે, તે એક બાળક તરીકે ખૂબ જ તોફાની હતી.
આ જ કારણ છે કે, તેની માતા બબીતાએ તેના પર કેટલાંક નિયંત્રણો લગાવી દેવામાં આવ્યા હતા. તેની મોટી બહેન કરિશ્માને મિત્રોની સાથે ફરવા દેવામાં આવી હતી પણ તેણે આમ કરવા દેવામાં આવતું ન હતું. કરીના જણાવે છે કે, ફક્ત 14 વર્ષની ઉંમરમાં તે એક છોકરાને ખૂબ પ્રેમ કરતી હતી.
જો કે, જ્યારે તેની માતા બબીતાને આ વાતની ખબર પડી ત્યારે તે પણ ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. કરીના તે છોકરાને મળી ન શકે એની માટે તેની ઘરના ફોનને તેમના રૂમમાં છુપાવતી હતી એવા સમયમાં એકવાર જ્યારે તેની મમ્મી ઘરે ન હતી ત્યારે કરીનાએ ચપ્પુની મદદથી તેની માના રૂમનું તાળું તોડીને ફોન લઇ આવી હતી.
કરીનાની માતાને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તે ખૂબ ગુસ્સે થઈ ગયા હતાં. ત્યારબાદ તેને બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દેવામાં આવી હતી. જો તે વર્ક ફ્રન્ટ કરીએ તો કરીના ખુબ જલ્દીથી આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’ તથા કરણ જોહરની આગામી ફિલ્મ ‘તખ્ત’માં જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle