હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે આજનાં દિવસ માટે તો સૌની માટે આનંદનાં સમાચાર એ છે, કે આજે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિમાં મંદિરનું ભૂમિપૂજનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે. PM નરેન્દ્ર મોદીનાં હસ્તે શ્રીરામનાં મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
તેનાં માટે કડક સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવી હતી. PM નરેન્દ્ર મોદી આજની સવારે 11.30 વાગ્યે અયોધ્યામાં પહોંચી પણ ચુક્યા હતાં. ભૂમિપૂજનનું શૂભમુહૂર્ત પણ 12.44 વાગે રાખવામાં આવ્યું હતું. PM મોદી અયોધ્યા પહોચ્યા પછી સૌપ્રથમ હનુમાનગઢી આવીને હનુમાનજીનાં દર્શન કરીને આરતી પણ ઉતારી હતી.
અયોધ્યામાં PM નરેન્દ્ર મોદી રામમંદિર ભૂમિપૂજન પ્રસંગે રામલલ્લા માટે એક ભેટ લઈને આવ્યા હતા. જોકે,આ ભેટ નરેન્દ્ર મોદી એમની કારમાં જ ભૂલી ગયા હતાં. જ્યારે નરેન્દ્ર મોદી પૂજાનાં સ્થળ પર પહોંચ્યા હતાં ત્યારે તેમનાં હાથ પણ ખાલી હતાં. પૂજા માટે બેસતા પહેલાં જ એમને તે ભેટ યાદ આવી હતી.
PM નરેન્દ્ર મોદીએ તેમનાં સુરક્ષાકર્મીઓ સમક્ષ પણ એનો ઉલ્લેખ કર્યો હતો. સુરક્ષાકર્મીઓ PM ની કાર તરફ પણ દોડ્યા હતાં.થોડા સમય પછી PM નરેન્દ્ર મોદી પણ એમની કાર બાજુ ગયા હતા. ત્યારબાદ હાથમાં એ ભેટને લઈ પરત ફર્યા હતાં.
એમનાં હાથમાં ચાંદીની ભેટ પણ હતી. જે પૂજાની થાળીમાં જ મુકવામાં આવી હતી. પૂજાનાં સમયે PM નરેન્દ્ર મોદીએ તેને ટ્રસ્ટનાં કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવજીને આપી પણ હતી. જે સ્વામીએ પૂજનની માટે બનાવેલ ખાડામાં પણ મુકી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP