વૈષ્ણોદેવીમાં સારા અલી ખાનને એક અજાણ્યા વ્યક્તિએ એવું કહી દીધું કે, જાણીને…

અનેક યુવાનોના દિલ પર રાજ કરતી અભિનેત્રી એટલે કે, સારા અલી ખાનનું નામ તો સૌ કોઈએ સાંભળ્યું જ હશે. હાલમાં એક સમાચાર અમે આવ્યા છે. સારા અલી ખાને હાલમાં જ સોસિયલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો હતો. આ ટ્રાવેલ વીડિયોમાં સારા અત્યાર સુધીમાં ભારતમાં જ્યાં ફરવા ગઈ છે, તેની વાત કરી છે.

દિલ્હી, બિહાર, ગોવા અને જયપુર સહિતનાં સ્થળો પરનો પોતાનો અનુભવ શૅર કર્યો હતો. આ વીડિયોની શરૂઆતમાં સારા ઇન્ડિયા ગેટ પર હોય છે, સારા ઇન્ડિયા ગેટને ‘ભારતીય દરવાજો’ જણાવે છે. ત્યારબાદ તે બિહારમાં માથા પર ઘાસનો પૂડો લઈને કેમેરા સામે પોઝ આપે છે. સારાએ હિમાચલ પ્રદેશના સાંગલામાં બરફથી ઢંકાયેલ પર્વતો પણ બતાવ્યા તો જયપુરની પણ વાત કરી હતી.

સારાએ વૈષ્ણોદેવીની ઝલક બતાવી:
આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, સારા વૈષ્ણોદેવીના મંદિરમાં જતી વખતે ઘોડા પર બેઠી હોય છે. આ વ્યક્તિ સારાને એવું જણાવે છે કે, જો તેણે પાપ કર્યું હશે તો તે મંદિરમાં પ્રવેશ કરી શકશે નહીં. સારાએ વીડિયો શૅર કરીને જણાવ્યું હતું કે, ‘નમસ્તે દર્શકો. દિલ્હીના ઇન્ડિયા ગેટથી લઈ બિહારના ખેતરો સુધી.’

સારાએ આ પહેલાં નાકમાં વાગ્યું હોય તે વીડિયો શૅર કર્યો હતો:
સારાએ આની પહેલાં પણ અન્ય એક વીડિયો શૅર કર્યો હતો કે, જેમાં તેણે જણાવ્યું હતું કે, તેને નાકમાં વાગ્યું છે. વીડિયો કેપ્શનમાં એક્ટ્રેસે કહ્યું હતું કે, ‘સોરી અમ્મા અબ્બા વાગી ગયું, નાક કપાવી નાખ્યું.’ સારાએ મીડિયા સાથેની વાતચીતમાં તેને નાક વાગ્યું હોવાની વાત જણાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *