જામનગરમાં લગ્નમંડપમાં આવેલા વરરાજા સાથે સાસુએ કરી એવી હરકત કે જાનૈયાઓ લીલા તોરણે લગ્ન વગર પાછા ગયા

જામનગર(ગુજરાત): હાલમાં જામનગર(Jamnagar)નાં લીમડાલાઇન(Lemdaline) વિસ્તારમાંથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક અમેરિકા(America) સ્થિત યુવક અને શહેરમાં જ રહેતી એક યુવતી, જે બન્ને વચ્ચે પ્રેમ થયો હતો અને બાદ બન્ને પરિવારો(Families)ની સંમતિથી બે દિવસ પહેલાં લગ્ન કરવા જઈ રહ્યાં હતાં અને લગ્નવિધિ દરમિયાન કન્યાની માતાએ વરરાજાનું નાક ખેંચવાનો પ્રયત્ન કરતાં બન્ને પરિવારો વચ્ચે ભારે ઝગડો થયો હતો અને આખરે પ્રેમિકા દ્વારા લગ્ન કરવાનો ઇનકાર કરવામાં આવ્યો અને જાન લીલાં તોરણે પાછી ફરી હતી.

મળતી માહિતી મુજબ, જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં રહેતા અને અમેરિકામાં સ્થાયી થયેલા એક યુવકને જામનગરની એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને બન્નેએ લગ્ન કરવાનું નકકી કરતાં આખરે બન્નેનાં પરિવારજનો દ્વારા સંમતિ આપવમ આવતા તારીખ 20ના લગ્ન યોજવામાં આવ્યા હતા. તેમનો લગ્ન સમારંભ જામનગરની મધ્યમાં આવેલી એક હોટલમાં યોજાયો હતો. લગ્ન પ્રસંગ દરમિયાન કન્યા પક્ષ દ્વારા વરરાજાનું નાક પકડવા માટેની વર્ષોથી ચાલી આવતી પરંપરા નિભાવવાની વિધિ શરૂ કરવામાં આવી હતી.

જેમાં સૌપ્રથમ વરરાજાના પરિવાર દ્વારા નાક પકડવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. પરંતુ, પ્રેમિકાની માતાએ માત્ર નાકને સ્પર્શ કરવાનું જણાવીને તેમણે માત્ર વરરાજાના નાકને સ્પર્શ કર્યો હતો. બસ એટલું પણ પ્રેમીનાં પરિવારજનો સહન કરી શક્યા ન હતા અને વરરાજાના કાકા સહિતનાં પરિવારજનોએ ભાવિ સાસુમાનો ઊધડો લઇ નાખ્યો હતો. આ દરમિયાન, ભારે ઝગડી થવા પામ્યો હતો. આ દરમિયાન કન્યા પણ દરવાજા પાસે આવીને ઊભી રહી ગઈ હતી અને ભારે રકઝક બાદ તેણે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.

પોતાની માતાનું અપમાન સહન નહીં કરી શકતાં તેણે લગ્નનો પ્રસ્તાવ ઠૂકરાવી દીધો હતો અને જાન લીલાં તોરણે પાછી મોકલી દઇ હિંમતભર્યું પગલું લીધું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ કન્યાપક્ષે પણ હોટલમાંથી ચાલતી પકડી હતી. આમ, બન્ને પક્ષ માટે બનેલું ભોજન હોટલમાં પડયું રહ્યું હતું. બાદમાં કન્યા પક્ષ દ્વારા પોતાને મળેલી ગિફટ પણ પરત મોકલાવી દેવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *