AAP નો આ ઉમેદવાર માંગવા જાય વોટ તો મળવા લાગે છે લગ્નના પ્રસ્તાવ

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે રાજનીતિક પાર્ટીઓ ચૂંટણી અભિયાનમાં મંડી પડી છે. દેશની રાજધાનીના રાજેન્દ્ર નગરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાઘવ ચડ્ડા જ્યારે વોટ માંગવા પહોંચ્યા તો તેમની એક મહિલા પ્રસંશકે સીધો જ લગ્નનો પ્રસ્તાવ મુક્યો. એટલું જ નહીં કોઈ ઘરની યુવતી તેને પતિ બનાવવા માંગે છે તો ઘણી મહિલાઓ તેમને જમાઈ બનાવવાની ચાહત રાખે છે તેવો પ્રસ્તાવ સામે મૂકી રહી છે.

31 વર્ષીય રાઘવ ચડ્ડા CA છે અને તેમને કેજરીવાલના ભરોસા મંદ વ્યક્તિઓમાંનો એક માનવામાં આવે છે.જેમ જેમ ચડ્ડાનો સોશિયલ મીડિયા પર પ્રચાર વધી રહ્યો છે તેમ તેમ તેમના લગ્નના પ્રસ્તાવો પણ વધી રહ્યા છે. તેમના હજુ લગ્ન નથી થયા.

સોશિયલ મીડિયા પર છેલ્લા પંદર દિવસમાં તેમને ૧૦થી વધારે મહિલાઓ એ લગ્નનો પ્રસ્તાવ કર્યો છે.રાઘવ ચડ્ડાને મળી રહેલા આવા પ્રસ્તાવને લઈને તેના મેનેજરે કહ્યું કે એક મહિલાએ રાઘવ ચડ્ડાને ટ્વિટર પર ટેગ કરતાં સીધો લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો.

રાઘવ ચઢ્ઢાએ મજાકમાં યુવતીને તેનો જવાબ આપતાં લખ્યું કે હાલ તો દેશની અર્થવ્યવસ્થા ઠીક કરવાની છે એટલા માટે તે લગ્ન કરવાનો સાચો સમય નથી.

તેમની ટીમ તરફથી જણાવવામાં આવ્યું છે કે ટ્વિટર પર પણ એવા ઘણા પ્રસ્તાવો આવી રહ્યા છે જેનો સામાન્ય રીતે કોઈ જવાબ આપવામાં આવતો નથી.પરંતુ મહિલા દિલ્હીની હોય તો તેને ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પક્ષમાં વોટ આપવાની અપીલ જરૂર કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *