સુરતમાં ફરીએકવાર નકલી રેમડેસીવીરની ફેક્ટરી પકડાઈ છે, એકતરફ પરિવારજનો પોતાના સબંધીનો જીવ બચાવવા આખા શહેરમાં ઇન્જેક્શન માટે ઠેર ઠેર ભટકી રહ્યા છે, ત્યારે બીજીબાજુ આવા અસામાજિક તત્વો નકલી ઇન્જેક્શન પધરાવીને લાખો લોકોના જીવન સાથે ખિલવાડ કરી રહ્યા છે. સુરત શહેરના ઓલપાડમાં પિંજરત ગામમાં આવેલા રોયલ વિલા ફાર્મ હાઉસમાં નકલી રેમડેસીવીર ઇન્જેકસનની આખી ફેકટરી પોલીસે પકડી પાડી છે.
થોડા દિવસ પહેલા મોરબી અને બે દિવસ પહેલા વડોદરામાં નકલી ઇન્જેક્શન પકડાયા હતા અને હાલ તેનું સીધું કનેક્શન સુરતના ઓલપાડમાં આવેલા એક ગામમાં ખુલ્યું છે. જ્યાં એકસાથે હજારો નકલી ઇન્જેક્શન અને ખોખાને ખોખા મળી આવતા ચારેબાજુ ચકચાર મચી હતી. ઓલપાડમાં પિંજરત ગામમાં આવેલા રોયલ વિલા ફાર્મ હાઉસમાં નકલી રેમડેસિવિર ઇન્જેકશનની આખી ફેકટરી પોલીસે પકડી પાડી છે.
પિંજરત ગામે નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ગ્લુકોઝ અને મીઠું નાખીને બનાવતા હતાં. નકલી રેમડેસિવિરના સ્ટીકરની પ્રિન્ટ મુંબઈમાં કરાવાતી હતી. રેમડેસિવિરના સ્ટીકર, મોરબીમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ઓલપાડ ખાતેની ફેકટરી ઝડપાઇ છે.અત્યાર સુધીમાં 5000 ડુપ્લીકેટ ઇન્જેક્શનનું વેચાણ કર્યું હોવાનો ખુલાસો થયો છે. જેમાં અમદાવાદ વડોદરા અને મોરબીના નેટવર્કનો પર્દાફાશ થયો છે.
હાલ મોરબી પોલીસ સહીત સુરત ક્રાઈમ બ્રાન્ચ આ બનાવ અને શોધખોળ કરી રહી છે. મોરબીથી શરુ થયેલ ઓપરેશનના તાર સુરતના ઓલપાડ સુધી પહોંચ્યા છે. જાણવા મળ્યું છે કે, ઇન્જેકશનમાં ગ્લુકોઝ અને પાણી ભરવામાં આવી રહ્યુ હતું. આવા સો બસ્સો નહિ પરંતુ એકસાથે હજારો ઇન્જેક્શન પકડાયા છે. સુત્રોએ જણાવ્યું છે કે, એકસાથે 5000 જેટલા ઇન્જેકશનો માર્કેટમાં આવ્યા છે. હાલ આ તમામ ઘટના અંગે અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.