હાલમાં ગુજરાત (Gujarat) આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) મોટા ધર્મસંકટમાં મૂકાઈ છે. એક પછી એક નેતાઓ આમ આદમી પાર્ટીનો સાથ છોડી રહ્યા છે અને ભાજપમાં જોડાવા લાઈન લાગી ગઈ છે. વિજય સુવાળાએ થોડા દિવસ અગાઉ જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપનો ભગવો ધારણ કરી લીધો હતો. તે જ દિવસે સામાજીક આગેવાન મહેશ સવાણીએ પણ રાજીનામું ધરી દીધું હતું અને હજુ તેઓએ કયા પક્ષમાં જવું તે જાહેર કર્યું નથી.
હાલમાં સુરત આમ આદમી પાર્ટીના પાંચ જેટલા કોર્પોરેટરો સંપર્ક વિહોણા બનતા સોશિયલ મીડિયામાં કેટલાક નામો ફરતા થયા છે, જે આજકાલમાં ભાજપ જોઈન કરી શકે છે. આ વિવાદ વચ્ચે આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ એ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર આક્ષેપ લગાવ્યા છે કે, તેઓના કોર્પોરેટરોને ભાજપ દ્વારા મોટી રકમની ઓફર કરીને ભાજપમાં જોડાઈ જવાની લાલચ આપવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયામાં એક યાદી ફરી રહી છે, જેમાં પાંચ નગર સેવકોના નામ લખવામાં આવી રહ્યા છે. સુરત આમ આદમી પાર્ટીના 4 થી વધુ કોર્પોરેટર છોડી શકે છે પાર્ટી!
વોર્ડ નંબર 2 ના ભાવના ચીમનભાઈ સોલંકી
વોર્ડ નંબર 3 ના ઋતા કેયુર કાકડીયા
વોર્ડ નંબર 5 ના મનીષા કુકડિયા
વોર્ડ નંબર 8 ના જ્યોતિકા લાઠીયા
વોર્ડ નંબર 16 ના વિપુલ ધીરુભાઈ મોલવીયા
સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડીયા દ્વારા સુરતના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ બટુક મોવલિયા પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેઓ અમારા નેતાઓની બુદ્ધિ ભ્રષ્ટ થઈ રહ્યા છે. ત્યારે આ મામલે બટુક મોવલિયા સાથે વાતચીતમાં અને તેઓએ જણાવ્યું કે, આ આરોપો બિલકુલ પાયા વિહોણા છે અને આ મામલે મારા પર ખોટા આક્ષેપો કરવા બદલ હું કાયદેસર કાર્યવાહી કરવા જઈ રહ્યો છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.