પુરપાટ ઝડપે આવી રહેલ કારે બાઈકને અડફેટે લેતા ભાઈની નજર સામે જ થયું બહેનનું કમકમાટીભર્યું મોત

હાલમાં સમગ્ર રાજ્ય તથા દેશમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. માર્ગ અકસ્માતની હાલમાં આવી જ એક ભયંકર ઘટના સામે આવી છે. નડિયાદ-ડાકોર રોડ ઉપર ગતરાત્રે એક અકસ્માત સર્જાતા ભાઈએ પોતાની બહેનને ગુમાવી છે. કંજોડા નજીક મોટર સાયકલ પર જતાં ભાઈ-બહેનને અકસ્માત નડ્યો હતો.

પુરપાટ ઝડપે આવી રહેલ ગાડીએ મોટરસાયકલને અડફેટે લેતાં આ અકસ્માત સર્જાયો હતો. આ વિશે નડિયાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નડિયાદ તાલુકામાં આવેલ પીપલગ ગામમાં રહેતો શૈલેષ ગત રોજ પોતાની મોટી બહેન ચંદ્રિકાને મોટરસાયકલ પર બેસાડીને નડિયાદ-ડાકોર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો.

રાત્રીનાં 8 વાગ્યાના સુમારે કંજોડા પાસે પુરપાટ ઝડપે આવી રહેલ ગાડીએ શૈલેષના મોટરસાયકલને પાછળથી અડફેટે લેતાં ભાઇ બહેન રોડ પર પટકાઈ ગયા હતા. જો કે, ગાડી ચાલક ભાગી ગયો હતો. ઘટના સર્જાયા પછી એકત્ર થયેલ લોકોએ એમ્બ્યુલન્સને તેમજ અકસ્માતમાં ભોગ બનેલાના પરિવારજનોને કોલ કરી જાણ કરી દેવામાં આવી હતી.

જો કે, સારવાર મળે તે પહેલાં જ ઘટનાસ્થળ પર જ બહેનનું કમકમાટી ભર્યું મોત થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત શૈલેષને પાસેની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. આ વિશે નડિયાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ફેટલ અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *