20 લાખ કરોડ રૂપિયાના પેકેજમાં કોને શું મળશે? નાણામંત્રીએ કરેલી તમામ જાહેરાત અહી જાણો

ગયા મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ વચ્ચે અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે કાલે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજનું એલાન કર્યું હતું. આ પેકેજ વિશે નાણા મંત્રી નિર્મલા સીતારમણે વિસ્તારથી જાણકારી આપી હતી.

-20 લાખ કરોડ રૂપિયાના પેકેજમાંથી ત્રણ લાખ રૂપિયા એમ.એસ.એમ.ઈ ને જશે. તે 45 લાખ યુનિટ છે. તેમને વગર કોઈ ગેરન્ટી લોન મળશે. તેની સમયસીમા ચાર વર્ષે રહેશે. તેમને 12 મહિનાની છૂટ મળશે. જણાવી દઈએ કે એમ.એસ.એમ.ઈ માં લઘુ અને મધ્યમ પ્રકારના ઉદ્યોગો આવે છે.

-સાર્વજનિક ક્ષેત્રના બેંક સાથે જોડાયેલા સુધારા, બેન્કોના રીકેપિટલાઇઝેશન જેવા કામ થશે.

-નાણામંત્રી અનુસાર ૪૧ કરોડ જનધન ખાતા ધારકો ના ખાતામાં ડીબીટી ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

-નાણામંત્રીએ જણાવ્યું કે વીસ લાખ કરોડ રૂપિયાના પેકેજને લઈને ચર્ચામાં પીએમ મોદી ઉપરાંત ઘણા વિભાગ અને સંબંધિત મંત્રાલય ચર્ચામાં સામેલ રહ્યા હતા.

-નાણામંત્રી સીતારમણે જણાવ્યું કે એનએસએની એટલે કે સૂક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ પ્રકારના ઉદ્યોગો ની પરિભાષા બદલી નાખવામાં આવી છે. તેમાંની રોકાણની લિમિટ ને બદલવામાં આવી છે.10000000 રોકાણ કે ૧૦ કરોડ ટન ઉપર સૂક્ષ્મ ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવશે.તેમજ આ પ્રકારે જ ૧૦ કરોડનું રોકાણ કે 50 કરોડ ટન ઉપર લઘુ ઉદ્યોગ નો દરજ્જો આપવામાં આવશે. તેમજ ૨૦ કરોડનું રોકાણ કે સો કરોડનો પર મધ્યમ ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવશે.

-૨૦૦ કરોડ સુધીનું ટેન્ડર global નહીં હોય. હા એમ.એસ.એમ.ઈ માટે મોટું પગલું છે.આ ઉપરાંત એમ.એસ.એમ.ઈ ને ઈ-માર્કેટ સાથે જોડવામાં આવશે.

-નાણામંત્રીના અનુસાર જે એમ.એસ.એમ.ઈ તણાવમાં છે તેમને subordinate તારીખ ના માધ્યમ થી 20 હજાર કરોડની રોકડ ની વ્યવસ્થા કરવામાં આવશે.

-નાણામંત્રી અનુસાર એમ.એસ.એમ.ઈ માં જે સક્ષમ છે પરંતુ કોરોના ને કારણે પરેશાન છે તેમણે વેપાર ના વિસ્તાર માટે ૧૦,૦૦૦ કરોડના ફંડસ ઓફ ફંડ ના માધ્યમથી મદદ કરવામાં આવશે.

Epf પર મોટી રાહત

-નાણા મંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું કે સરકાર અત્યાર સુધી ઓગસ્ટ સુધી કંપની અને કર્મચારીઓ તરફથી ૧૨ ટકા પ્લસ ૧૨ ટકાની રકમ EPFO માં જમા કરશે. તેનાથી લગભગ ૭૫ લાખથી વધારે કર્મચારી અને સંસ્થાઓને ફાયદો મળશે. જણાવી દઈએ કે માર્ચ, એપ્રિલ અને મે માં પણ સરકારે જ યોગદાન કર્યું હતું.

-પરંતુ તેની સાથે કેટલીક શરતો પણ છે. સરકારનો ફાયદો ફક્ત એ કંપનીઓને મળશે જેમની પાસે ૧૦૦થી ઓછા કર્મચારી છે અને ૯૦ ટકા કર્મચારીઓનો પગાર 15 હજાર રૂપિયાથી ઓછો છે. એટલે પંદર હજારથી વધારે પગાર મેળવનાર વ્યક્તિઓ ને આનો ફાયદો નહીં મળે.

પ્રધાનમંત્રીએ કર્યું હતું એલાન

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોના સંકટ દરમિયાન ઇકોનોમીને ટેકો આપવા માટે ૨૦ લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે.મંગળવારે રાષ્ટ્રને નામ પોતાના સંબોધનમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ પેજ થી દેશની અર્થવ્યવસ્થાને ટેકો મળશે અને દુનિયામાં ભારતનું નેતૃત્વ કરવાની ક્ષમતા મેળવી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *