બોલીવુડ(Bollywood) ફિલ્મોમાં ભારતીય અભિનેતા(actor) સૈફ અલી ખાનને સૌ કોઈ જાણે જ છે. ત્યારે પટૌડી પરિવાર (Pataudi Family)ના 10મા નવાબ સૈફ અલી ખાન(Saif Ali Khan) આજે 52 વર્ષના થઈ ગયા છે. સૈફ અલી ખાન અવાર નવાર કોઈને કોઈ બાબતને લઈને ચર્ચામાં રહે છે. પરંતુ, વધુ પડતાં એટલા માટે ચર્ચામાં રહે છે કે તે તેની 5 હજાર કરોડ રૂપિયાની પ્રોપર્ટીમાંથી એક રૂપિયો પણ તેના બાળકોના નામે નહીં કરી શકે.
આ સાથે જ એમના બાળકો પણ એમની સંપતિ પર તેમનો હક નહીં દાખવી શકે. આ અંગે જાણવા મળ્યું છે કે, તેમની સંપતિ એક કાયદાકીય દાવપેચમાં ફસાઈ છે. તમને જણાવી દઈએ કે હરિયાણાના પટૌડી મહેલ સિવાય સૈફ અલી ખાનની બધી સંપતિ ભોપાલમાં છે. સૈફને આ સંપતિ તેના પિતા મન્સૂર અલી ખાન પાસેથી વિરાસતમાં મળી હતી.
5 હજાર કરોડની પ્રોપર્ટી:
મીડિયા અહેવાલો અનુસાર, સૈફ અલી ખાનના પટૌડી મહેલ સિવાયની બાકી બધી પ્રોપર્ટી ભારત સરકારના એનિમી ડીસ્પ્યુટ એક્ટ નીચે આવે છે અને આ એક્ટ મુજબ આ સંપતિ પર કોઈ વ્યક્તિ અધિકાર જમાવી શકતું નથી. તેથી જો સૈફ અલી ખાનના બાળકો તેની 5 હજાર કરોડની પ્રોપર્ટી પર તેનો હક જમાવવા ઈચ્છે તો તેને પહેલા હાઇ કોર્ટ જવું પડશે. જો ત્યાંથી કેસ હારે તો સુપ્રીમ કોર્ટ અને અંતે દેશના રાષ્ટ્રપતિ પાસે જઈ શકે છે. ત્યાં સુધી તેઓ આ સંપતિ પર અધિકાર જમાવી શકતા નથી.
પરદાદા હમીદુલ્લા ખાન:
જાણવા મળ્યું છે કે, સૈફ અલી ખાનના પરદાદા હમીદુલ્લા ખાન બ્રિટિશ શાસનકાળ દરમિયાન નવાબ હતા અને એમને તેની સંપતિનું ક્યારેય વસિયતનામું નહતું બનાવ્યું. એટલા માટે આ સંપતિ પર કોઈ પણ દાવો કરી શકતા નથી. જો કોઈ દાવો કરે તો પાકિસ્તાનમાં રહેતા એમના બીજા પરિવારના સદસ્યો વાંધો ઉઠાવી શકે છે. જેના કારણે તેમને પહેલા હાઇ કોર્ટ જવું પડશે. જો ત્યાંથી કેસ હારે તો સુપ્રીમ કોર્ટ અને અંતે દેશના રાષ્ટ્રપતિ પાસે જઈ શકે છે.
સૈફના કુલ ચાર બાળકો:
મળતી માહિતી અનુસાર, સૈફ અલી ખાને 21 વર્ષની ઉંમરે તેનાથી 13 વર્ષ મોટી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા અને તેમના બે બાળકો છે સારા અલી ખાન અને ઈબ્રાહીમ ખાન. એ પછી સૈફ અલી ખાને અમૃતા સિંહને ડિવોર્સ આપીને કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા અને તેના બે બાળકો છે તૈમુર અને જેહ. આવી રીતે સૈફ અલી ખાનના કુલ ચાર બાળકો છે. પરંતુ હાલ આ 5 હજાર કરોડની પ્રોપર્ટી પર કોઈ અધિકાર જમાવી શકશે નહિ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.