સુરત(ગુજરાત): ગત 29મી જુલાઈના રોજ સુરતના પર્વતપાટીયા વિસ્તારમાં એક યુવક અનિલ તાઈડેનું માર મારીને હત્યા કરવામાં આવી હતી. આ બ્લાઈન્ડ મર્ડર કેસને ડિટેક્ટ કરવામાં પોલીસને સફળતા મળી છે અને 2 મિત્રોની ધડપકડ કરવામાં આવ્યા છે. પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે, તમાકુના ઝઘડામાં માર માર્યો હતો.
ગત 29 જુલાઈના રોજ રાત્રીના સમયે બન્ને પર્વતપાટીયા બ્રિજ નિચે પીલર નં-2 ની બાજુમાં રહેતા એક કાકા પાસે તમાકુ ખાવા માટે ગયા હતા. જ્યાં અનિલ તાઈડે નામના યુવકે “ક્યાં ભીખારી કી તરાહ તમાકુ માંગતે ફીરતે હો, કમાઓ ઔર ખાઓ તમાકુ” તેમ કહેતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો. રાજુ યાદવ અને વિજય પટેલ બન્ને મિત્રોની અનિલ સાથે ઝઘડો થયો હતો.
જેમાં અનિલે રાજુને ડાબા હાથના ભાગે કોઇ તિક્ષ્ણ હથિયાર વડે ઈજા પહોચાડી હતી. જેને કારણે બન્નેએ ભેગા મળી તેને ઢોરમાર માર માર્યો હતો. ત્યારબાદ અનિલને પર્વતપાટીયા બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડની બાજુમાં મારતા મારતા લઈ ગયા હતા. જ્યાં અનીલ પડી ગયો હતો. જેથી બન્ને આરોપી ભાગી ગયા હતા.
પુણા પોલીસના જણાવ્યા અનુસાર, માહિતીના આધારે રાજુ ઉર્ફે બંખૈયા પ્રેમચંદ યાદવ અને વિજય જગદીશ પટેલની અટક કરી પૂછપરછ કરવામાં આવતી હતી. પરવત પાટીયા બ્રીજ નીચે રહેતા અજાણ્યા વ્યક્તિને જાનથી મારવાવાળા આરોપી 2 ઈસમોને પકડી પાડી બ્લાઈન્ડ મર્ડર કેસ ડિટેક્ટ કરાયો છે. પુણા પોલીસે વધુ તપાસ શરુ કરી છે. ડોક્ટરનું કહેવું છે કે, સારવાર દરમિયાન મોતને ભેટેલા અનિલ તાઈડેના પોસ્ટમોટમમાં પણ મારને કારણે મોત થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.