હાલ પાલી(Pali) જિલ્લાના લાંબીયા ગામમાંથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જ્યાં એક માતા પિતા તેની બંને જુડવા દીકરી અને બે વર્ષના દીકરાને ખેતરમાં રમતા મૂકીને સવારના સમયે બીજાના ખેતર (farm)માં મજૂરી કામ કરવા માટે ગયા હતા. ત્યારબાદ તેઓ ઘરે પરત ફર્યા ત્યારે દ્રશ્યો જોઇને તેઓના પગ તળે જમીન સરકી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, માતા પિતા જુદા-જુદા ખેતરોમાં મજૂરી કામ કરી તેમના ત્રણેય સંતાનોને ભરણપોષણ કરી જીવન ગુજારતા હતા. આ દરમિયાન એક દિવસ તેઓ સવારના સમયે જ પોતાના ત્રણે બાળકોને ખેતરમાં રમતા મૂકીને બીજાના ખેતરમાં મજૂરી કામ કરવા માટે જતા રહ્યા હતા. ત્યારે રમતા રમતા ત્રણેય બાળકો ખેતરની પાસે આવેલી એક તલાવડીની અંદર તેઓ પાણીમાં નહાવા માટે ઉતર્યા હતા.
તેઓ હંમેશાં તલાવડીના કાંઠે ખૂબ જ છીછરા પાણીની અંદર નાહવા માટે પડતા હતા. પરંતુ આ વખતે નાહતા નાહતા તેઓ ખૂબ જ ઊંડા પાણીમાં ચાલ્યા ગયા અને એક પછી સંતાનો પાણીમાં ડૂબી જવાને કારણે મૃત્યુ પામ્યા હતા. જેમાં છ વર્ષની પ્રિયંકા, દુર્ગા તેના બે વર્ષના ભાઈ ધીરજનો સમાવેશ થાય છે.
આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તેઓ દોડી આવ્યા હતા. તેમજ બાળકોને બચાવવા એક વ્યક્તિ તલાવડીમાં કુદી ગયો હતો. પરંતુ ત્યાં સુધીમાં આ ત્રણેય બાળકોએ જીવ ગુમાવી દીધો હતો. ત્યારબાદ ગ્રામીણ વ્યક્તિઓની મદદ લઈને આ ત્રણેય બાળકોની લાશને બહાર કાઢવામાં આવી હતી.
ત્યારબાદ બાળકોના માતા-પિતાને આ વાતની જાણ કરવા માટે ફોન કરવો જરૂરી હતો. પરંતુ મા-બાપમાંથી કોઈ પણ વ્યક્તિ પાસેથી મોબાઇલ ફોન ન હોવાથી તેમને આ સમાચાર આપી શક્યા નહીં. આ પછી જ્યારે તેઓ મજૂરી કામ કરીને રાત્રે પરત આવ્યા ત્યારે તેમને આ સમાચાર મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ માતા-પિતા પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.