હાલ એક ચકચારી ઘટના સામે આવી છે. ઉદેપુર (Udaipur)માં લગ્નના સાત દિવસ પહેલા જ યુવકનું માર્ગ અકસ્માત (accident)માં મૃત્યુ થઇ જતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ યુવક ડાન્સ કરી રહ્યો હતો. આ દરમિયાન તેને હાઇવે પર એક ટ્રકનો અકસ્માત થતા જોયો, ત્યારે ટ્રક ડ્રાઈવરને બચાવવા માટે દોડીને પહોંચે તેની પહેલા જ ઝડપથી આવતા ટ્રેલરની સાથે ટક્કર થઇ જતા ઘટનાસ્થળે જ યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, વિનોદના લગ્ન સાત દિવસ પછી મનીષા નામની યુવતી સાથે થવાના હતા. પરંતુ લગ્નના સાત દિવસ પહેલા જ વિનોદના મૃત્યુના સમાચાર મળતા પરિવાર માથે આભ તૂટી પડ્યો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતા પરિવાર તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમજ તેમના દીકરાના મૃતદેહને જોઈને જોરજોરથી ભીની આંખે રડી રહ્યા હતા.
માત્ર સાત જ દિવસ બાદ વિનોદના લગ્ન હોવાને કારણે બધી તૈયારી થઇ ગઈ હતી. પરંતુ આ બધી જ ખુશીઓ શોકમાં ફેરવાઈ ગઈ હતી. જેથી મનીષા લગ્ન પહેલા જ સાવ એકલી પડી ગઈ હતી. આ ઘટનાની જાણ પોલીસ તાત્કાલિક પણે ઘટનાસ્થળે પહોચી હતી. તેમજ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.