Ahmedabad: હાલમાં જ અમદાવાદમાં સાબરમતી વિસ્માંતારમાં ડી કેબીન નજીક બાબુ દાઢીનું જે જુગારધામ ચાલી રહ્યું હતું,તે જુગારધામમાં સ્ટેટ મોનિટરિંગ સેલે શુક્રવારે અચાનક જ દરોડા કર્યા હતા અને તેમના PSI સહિતના ચાર પોલીસકર્મીઓ ની ધડપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ આ વાત DGP સુધી પહોંચતા તેઓએ જુગાર રમતા બે પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ(Suspend) કર્યા.
જે પોલીસ કર્મીઓ જુગાર રમતા હતા તેઓના નામ PI આર.એસ ઠાકર અને પીએસઆઇ વી.એ.પરમાર છે. જુગાર રમતા જે પોલીસ કર્મીઓ ઝડપાયા છે તેઓને પણ અનેક સવાલ પૂછવામાં આવ્યા અને સાબરમતી પોલીસની કામગીરી પર પણ ઘણા બધા સવાલ કરવામાં આવ્યા છે.
છેલ્લા એક સપ્તાહની સ્ટેટ મોનિટરિંગ જણાવેલ માહિતી અનુસાર વાત કરીએ તો છેલ્લા દિવસોમાં અમદાવાદમાં ઘણા બધા જુગાર ધામનો પારદફાર્શ થયો છે.જેમાં ડીકેબીન વિસ્તારમાં રેલ્વે ક્વાર્ટર્સમાં કુખ્યાત બાબુ દાઢીના જુગાર ધામમાં દરોડા કરવામાં આવ્યા હતા. જેમાં ચાર પોલીસ કર્મચારીઓ સાથે કુલ 12 જુગારીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ પોલીસ કર્મચારીઓ જુગાર ધામને સુરક્ષા આપી રહ્યા હોય તેમ સુરક્ષા કવચ બનીને અડ્ડા ની બહાર પહેરો આપી રહ્યા હતા જેથી કરીને કોઈ રેડ પાડવા અંદર ના જઈ શકે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જ્યારે આ જુગાર ધામમાં રેડ કરી હતી ત્યારે બહાર બેઠેલા બેપોલીસકર્મી ભાગી ગયા હોવાની વાત સામે આવી હતી પરંતુ બે પોલીસકર્મી જુગાર રમતા હતા તેઓની ધડપકડ કરવામાં આવી હતી. આમ કુલ ચાર પોલીસ કર્મીઓ સહિત 12 જુગારીઓની ટીમ ની ધડપકડ કરીને તેઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ જુગાર ધામમાંથી કુલ 1.80 લાખ રૂપિયા રોકડ અને એક ગાડી અને એક ટુ વ્હીલર સહિતનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે અને રેડમાં સ્ટેટ મોનિટરિંગ સેલએસ.પી નિર્લિપ્ત રાય પણ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ સુરતમાં રાંદેરની મુનલાઇટ હોટેલમાંથી 22 દિવસ પહેલા વિજીલન્સની ટીમે રેડ કરી લાખોની રોકડ અને દારૂની બોટલો સાથે 21 જુગારીઓને પકડી પાડયા હતા. અને પાછળથી પીઆઈ પી.એલ.ચૌધરી અને પીએસઆઈ અશ્વિન કુવાડીયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.