કેજરીવાલે પાટીદારો માટે કરી મોટી જાહેરાત- કહ્યું, ‘અમારી સરકાર બનતા જ 15 દિવસમાં કરીશું આ કામ’

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) બે દિવસીય ગુજરાત મુલાકાતે આવ્યા છે. અરવિંદ…

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) બે દિવસીય ગુજરાત મુલાકાતે આવ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગઈકાલે ભાવનગર(Bhavnagar)માં એક જાહેર સભાને સંબોધન કર્યું હતું અને આજે મહેસાણા(Mehsana) જિલ્લાના ઉંઝા(Unjha) શહેરમાં બીજી જાહેર સભા ગજવવા જઈ રહ્યા છે. આ બાદ સાંજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ડીસામાં પણ જાહેર સભાને સંબોધિત કરશે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આંદોલનમાં જેનાં પર ખોટા કેસ થયા છે તે પાછા ખેંચવામાં આવશે: અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે ભાવનગરમાં જાહેર સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતમાં આટલા આંદોલનો થયાં, આટલા વિરોધો થયાં, પાટીદાર આંદોલન થયું, ખેડૂત આંદોલન થયું, માલધારી આંદોલન થયું, ઠાકોર આંદોલન થયું, પોલીસ ગ્રેડ પે આંદોલન થયું, ક્ષત્રિય આંદોલન થયું, આદિવાસી સમાજનું આંદોલન થયું, ઘણાં બધાં કર્મચારીયોનું આંદોલનો થયું, ભૂતપૂર્વ સૈનિકોનું આંદોલન હતું, આ લોકોએ તેમાંથી કોઈને છોડ્યા ન હતા, યુવાઓ પર ખોટા કેસ કરીને તેમને જેલમાં ધકેલી દીધા.

વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, 8 ડિસેમ્બરે મતગણતરી થશે, 15 ડિસેમ્બર સુધીમાં આપણી સરકાર બની જશે. ત્યારપછી પહેલું કામ કરીશું, તમામ ખોટા કેસ પાછા ખેંચવામાં આવશે, દરેકને તેમના ઘરે મોકલવામાં આવશે. જેનાં પર ખોટા કેસ કરાવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે તમામને પાછા લેવામાં આવશે.

ગુજરાતને ભ્રષ્ટ્રાચાર મુક્ત શાસન આપીશું: અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, જ્યારે ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે, ત્યારે સૌથી પહેલું કામ ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનું કરીશું. મને એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ગુજરાતનાં એક ધારાસભ્ય છે, જેમણે છેલ્લી ચૂંટણી લડી હતી એ વખતે તેમની 4 એકર જમીન હતી. આજે 5 વર્ષ પછી તેમને 1000 એકર જમીન થઈ ગઈ છે. આ જમીન ક્યાંથી આવી? બધા જ ધારાસભ્યોની આ જ હાલત છે, ગુજરાત લૂંટાઈ ગયું છે.

તેઓ વધુમાં જણાવતા કહે છે કે, સરકાર ખોટમાં ચાલી રહી છે. સવારથી સાંજ સુધી રોટલી ખાવા માટે, દૂધ પીવા માટે, પંખો ચલાવવામાં, સાબુનો ઉપયોગ કરવા માટે, દરેક જગ્યાએ ગરીબમાં ગરીબ માણસ ટેક્સ આપે છે, તો શા માટે સરકાર ખોટમાં છે? બધા પૈસા ક્યાં જાય છે? ગુજરાત સરકાર દર વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયા ખર્ચે છે. હું તમને પૂછવા માંગુ છું કે તમારા ગામમાં છેલ્લા 27 વર્ષમાં કોઈ રોડ બન્યો છે? શાળા બની? હોસ્પિટલ બની? કોઈને દવા આપી? તેમણે કોઈ કામ કર્યું? તેમણે છેલ્લા 27 વર્ષમાં કોઈ કામ કરાવ્યું નથી. તો આ લોકો દર વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયા ક્યાં ખર્ચે છે? આ લોકો પોતાની મિલકત બનાવે છે, જમીન ખરીદે છે, બધા પૈસા સ્વિસ બેંકમાં લઈ જાય છે. જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે તેમની પાસેથી એક-એક પૈસો પાછો લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *