“હમસે જો ટકરાયેગા વો મીટ્ટીમેં મિલ જાએગા” શા માટે સુરતમાં આમ આદમી પાર્ટીએ નારા લગાવ્યા?

આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દવાઓ કરી રહી છે અને દિલ્હીના કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પર છે.

જોવા જઈએ તો હાલમાં જ મોદી સરકારમાં મંત્રી બન્યા બાદ મીનાક્ષી લેખીએ દિલ્હીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોને મવાલી કર્યા હતા. મીનાક્ષી લેખીએ કહ્યું હતું કે, જે લોકો વિરોધ કરી રહ્યા છે તે ખેડૂત નથી. લાલ કિલ્લા પર 26 જાન્યુઆરીએ થયેલી હિંસા અંગે ઉલ્લેખ કરતા નવી દિલ્હી બેઠકના સાંસદ મીનાક્ષી લેખીએ સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, આ વિરોધીઓનો રાજકીય એજન્ડા છે.

નવી દિલ્હી બેઠકના સાંસદ મીનાક્ષી લેખીના આ વિવાદીત નીવેદનને કારણે સોશિયલ મીડિયામાં ખળભળાટ મચી ગયો છે અને ઘણા યુઝર્સએ મીનાક્ષી લેખીને રાજીનામુ આપે તેવી માંગ ઉઠાવી છે. જયારે બીજી બાજુ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ખેડૂતોને મવાલી કહેવા પર કહ્યું છે કે આવી વાત ખેડૂતો માટે ન બોલવી જોઈએ.

ત્યારે આ પ્રકારના નિવેદનને કારને આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જે આવેદન પત્રમાં લખ્યું છે કે, કિસાન એટલે ધરતી પરનો ભગવાન જે પોતાનો પરસેવો પાડીને ધરતી ખેડી ધાન્ય પકવે છે અને આખા જગતના લોકોને પેટ ભરવાનું કામ કરે છે. આજે દેશના રીયલ હીરો તરીકે એક કીશાન અને એક જવાનની ગણના થાય છે. જેનો આદર અને સન્માન દરેક વ્યક્તિ કરે છે અને કરવું પણ જોઈએ ત્યારે ભારતીય જનતા પાર્ટીના વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખી દ્વારા મીડિયામાં એવું નિવેદન આપવામાં આવ્યું છે કે, ખેડૂતો મવાલી છે. સાથે કહ્યું છે કે મવાલી એટલે ગુંડા, લુખ્ખા, આવારા, અસામાજિક તત્વો અર્થ થાય છે તો શું તમને એવું લાગે છે કે ખેડૂતો મવાલી છે?

રાષ્ટ્રપતિ મહોદય કિસાનો માટે આવા શબ્દો વાપરવા એટલે દેશની અસ્મિતા નું અપમાન થયું છે. આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે દેશનું અર્થતંત્ર આપણા દેશના કિસાનો પર નિર્ભર છે. ત્યારે લોકશાહીમાં માનતા આ દેશમાં વારંવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો, સાંસદો દ્વારા અસવેંધાનિક શબ્દોનો પ્રયોગ કરી ખેડૂતોને સમાન અને સ્વાભિમાનનું હનન કરવામાં આવે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા થતા આવા શબ્દ પ્રયોગનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને ખંડન કરીએ છીએ.

જો આ નિવેદન અંગે ભારતીય જનતા પાર્ટીના નેતા મીનાક્ષી લેખી દ્વારા ખેડૂતોને જાહેર માધ્યમથી માફી માંગવામાં નહીં આવે તો અમે કિસાન સાથે રહી સમગ્ર ગુજરાતમાં લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન અને ધરણાં કરીશું. તેની સંપૂર્ણ જવાબદારી ભારતીય જનતા પાર્ટીની રહેશે.

આમ આદમી પાર્ટી એટલે કે વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા “હમસે જો ટકરાયેગા વો મીટ્ટીમેં મિલ જાએગા” નારા લગાવવામાં આવ્યા હતા અને મીનાક્ષી લેખીએ આપેલ વિવાદિત નિવેદન અંગે ભારે વિરોધ નોંધાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *