કેન્દ્રમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી જ જાણે દેશની દરેક સમસ્યાઓનું કારણ પંડિત નહેરુ બની ગયા છે. એટલું જ નહીં, કેન્દ્રની ભાજપ સરકારે જવાહરલાલ નેહરુ પર સૌથી વધુ પ્રહાર કર્યા, પછી ભલે તે કાશ્મીરનો મુદ્દો હોય કે દેશની વર્તમાન સ્થિતિનો. દેશની અર્થવ્યવસ્થા માટે પણ ભાજપના નેતા નેહરુને જવાબદાર ગણાવે છે. આજે બાળ દિવસ છે અને પંડિત નેહરુની જન્મજયંતિ પણ છે. આમ પણ નેહરુની બુદ્ધીમત્તા અને વિદ્વતા અને આધૂનિક ભારતના નિર્માતા તરીકે દેશના દરેક નાગરિક તેમને જાણે જ છે. જો કે ઘણા ઓછો જાણે છે કે, આજે દેશ આપણને જે ભૌગોલિક એકતા અને અખંડિતા સાથે જોવા મળે છે, તેનું કારણ પંડિત જવાહર લાલ નેહરૂ છે.
આજે નહેરુ વિશે દેશમાં નકારાત્મક વાતાવરણ ઉભુ કરવામાં આવ્યું છે, જેના કારણે મોટાભાગના લોકોના મગજમાં નેહરુ વિશે નકારાત્મક વિચારો આવવા સ્વાભાવિક છે. જો કે દેશના પહેલા વડાપ્રધાન તરીકેનું બિરુદ, કાશ્મીર સમસ્યા અને ચીન સાથેની હાર. પરંતુ શું તમે જાણો છો? કે નહેરુની કેબિનેટે એક કાયદો પસાર કર્યો હતો, જેણે દેશને કાયમ માટે અખંડ બનાવી દીધો. જેણે દેશના તમામ ભાગોમાં ઉઠતી અલગાવવાદીની માંગનો ઝટકામાં નાશ કરી નાંખ્યો હતો. અન્યથા દ્રવિડનાડુ, જેના વિશે આજે કોઈ જાણતુ પણ નથી, તે ભારતના દક્ષિણમાં ભારતના કુલ ક્ષેત્રફળના ત્રીજા ભાગ જેટલો અલગ દેશ હોત. આજે બાળ દિવસ મનાવવા છત્તા પણ નેહરૂ પર હંમેશા રાજકીય વ્યંગ કરવામાં આવે છે.
નહેરુ હંમેશા ભાજપ અને RSSના નેતાઓને જ કેમ સૌથી વધુ ખટકે છે?
લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલના વારસાને લઈને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે છેલ્લા ઘણા સમયથી રાજકીય જંગ જામેલો જોવા મળી રહ્યો છે. જ્યાં ભાજપ સરદાર પટેલ પર કોઈ પણ પક્ષના નેતા તરીકે નહીં, પરંતુ દેશના નેતા માનીને આરોપ લગાવી રહી છે કે, કોંગ્રેસે દરેક યોજના અને ભવનોનું નામ માત્ર એક જ પરિવારના નામ પર રાખ્યું. કોંગ્રેસે સરદાર પટેલનું જેટલું અપમાન કર્યું, તેટલું માન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને આપ્યું છે. સરદાર પટેલ મહાત્મા ગાંધી વાળી કોંગ્રેસના નેતા હતા, જેના માટે કોંગ્રેસને આઝાદી પછી નાબૂદ કરવાની હતી. સરદાર પટેલ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની પંજા છાપ કોંગ્રેસના તેઓ સભ્ય નહતા.
નહેરુ અને ગાંધી વચ્ચેના સબંધો :-
પંડિત નેહરુ અને મહાત્મા ગાંધીની મુલાકાત 1916માં નાતાલના દિવસે થઈ હતી. તે દિવસે લખનઉમાં કોંગ્રેસનું વાર્ષિક અધિર્વેશન ચાલી રહ્યું હતું. તે 4 વર્ષ પહેલા ઇંગ્લેન્ડથી સ્કૂલ અને કોલેજનો અભ્યાસ કર્યા પછી ભારત પરત આવ્યા હતા. તે સમયે નહેરુ 27 વર્ષના હતા અને ગાંધી તેમના કરતા 20 વર્ષ મોટા હતા એટલે કે 47 વર્ષ. બંનેએ એકબીજા સામે કુતુહલથી જોયું, પરંતુ ખાસ કરીને એકબીજાથી પ્રભાવિત થયા નહીં. કારણ કે ત્યારથી ગભગ 6-7 વર્ષ બાદ 1922 થી 1924 ની વચ્ચે જ્યારે ગાંધીજીએ તેમની આત્મકથા એટલે કે ‘સત્યના પ્રયોગો’ લખ્યા હતા, ત્યારે તેમાં ક્યાંય પણ જવાહરલાલ નેહરુનો ઉલ્લેખ નહોતો. હા, તેમના પિતા મોતીલાલ નેહરુની તેમાં ચોક્કસપણે ચર્ચા થઈ હતી.
તે સમયે નેહરુ યુરોપિયન વસ્ત્રો પહેરતા હતા. હેરો અને કેમ્બ્રિજના સંસ્કારો તેમના પર હાવી હતા. અને ગાંધીના પોતાના શબ્દોમાં, “તે દિવસોમાં તેઓ થોડા ઘમંડી હતા, જ્યારે તેમના કોઈ ખાસ વાત નહતી. આમ પણ મોટા નેહરુ (મોતીલાલ) અને મહાત્મા ગાંધી વિચાર અને જીવનશૈલીના સ્તરે પણ એકબીજાથી ઘણા અલગ હતા. આમ છતાં, બંને વચ્ચે થોડી નિકટતા થઈ ગઈ. શરૂઆતમાં નાના નેહરુ થોડા દૂર રહેતા હતા. તેઓ પહેલા ગાંધીજીને યોગ્ય રીતે સમજવા માંગતા હતા, કારણ કે આધુનિક્તાવાદી યુવા નેહરૂને મહાત્મા ગાંધીની આધ્યાત્મિક ભાષા અનેક વખત જૂનવાણી લાગતી હતી. નેહરુએ તેમની આત્મકથામાં ગાંધી સાથેની તેમની પ્રથમ મુલાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘અમે બધા દક્ષિણ આફ્રિકામાં તેમના શૌર્યપૂર્ણ સંઘર્ષના પ્રશંસક હતા.
આજે જ્યારે સમગ્ર દેશ, દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુની 130મી જન્મજયંતી ઉજવી રહ્યું છે, ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, સરદાર પટેલને મહાન સ્વાતંત્ર્ય સેનાની માનવામાં આવે છે. એટલા જ પંડિત જવાહરલાલ નહેરુને પણ માનવામાં આવે છે. તો પછી આજે ભાજપ સરદાર પટેલને દેશના નેતા માને છે અને નેહરુને કોંગ્રેસના જ નેતા કેમ માનવામાં આવે છે? બીજો સવાલ એ છે કે, બંને નેતાઓ એક જ યુગના છે, તો પછી સરદાર પટેલ સાથે નિકટતા અને પંડિત નેહરૂથી અંતર કેમ? આજે પણ આ પ્રશ્ન યથાવત છે. આજે પણ આ પ્રશ્નનો જવાબ નથી મળી રહ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.