ભારતમાં હેડકી સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે.જો તમને હેડકી આવી રહી છે તો મતલબ તમને કોઈ યાદ કરી રહ્યુ છે. તમને કોઈ યાદ કરી રહ્યું છે જો તેમનું સાચું નામ લેશો તો હેડકી રોકાઈ જશે. હેડકી આવવા માટેના તો ઘણા કારણો હોઈ શકે પરંતુ વારંવાર હેડકી આવવી એક મેડિકલ સાયન્સ જણાવ્યા અનુસાર એક બીમારી છે.મોટાભાગે હેડકી આવવાનું કારણ જ્યારે આપણે બહુ ભોજન લઇએ અથવા તો વધુ પ્રમાણમાં પાણી પી લઇએ ત્યારે આવે છે.હેડકી નો અવાજ આપણા ડાયાફ્રામ થી આવે છે.ડાયાફ્રામ એક માસપેશી છે જે છાતીની નીચે અને પેટની વચ્ચે સ્થિત છે.
મોટાભાગે હેડકી આવવાનું કારણ જ્યારે આપણે બહુ ભોજન લઇએ અથવા તો વધુ પ્રમાણમાં પાણી પી લઇએ ત્યારે આવે છે.હેડકી નો અવાજ આપણા ડાયાફ્રામ થી આવે છે.ડાયાફ્રામ એક માસપેશી છે જે છાતીની નીચે અને પેટની વચ્ચે સ્થિત છે.ડાયાફ્રામ છાતી અને પેટ વચ્ચેના હિસ્સાને અલગ કરે છે. તેને શ્વાસ લેવામાં મહત્વની ભૂમિકા હોય છે અને તેના કારણે જ હેડકી આવે છે. જ્યારે કોઈ કારણસર ડાયાફ્રામ સંકોચાય છે તો ફેફસા હવાને ઝડપથી અંદરની તરફ ખેંચે છે જેના લીધે શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને હેડકી આવે છે.
જ્યારે પણ આપણને હેડકી આવે છે ત્યારે આપણે પાણી પી લઇએ છીએ. ઘણીવાર પાણી પીધા છતાં પણ હેડકી ને રોકી શકવી મુશ્કેલ બની જાય છે એવામાં અમે તમને થોડા ઘરેલું નુસ્ખા બતાવવા જઈ રહ્યા છીએ જેના કારણે હેડકી આવવાનું બંધ થઇ જાય છે.હેડકી રોકવા પોતાના શ્વાસને 10 સેકન્ડ સુધી રોકી રાખો.આવુ કરવાથી હેડકી આવવાનું બંધ થઇ જાય છે.ખાંડ ને જીભ ની નીચે રાખવાથી પણ હેડકી બંધ થઈ જાય છે.જયારે તમને કોઈ આશ્ચર્ય ચકિત કરી દે તો પણ હેડકી બંધ થઈ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.