મહિલાઓને આપણા સમાજના કોઈપણ સ્તર પર કમજોર માનવામાં હાલના સમયમાં પણ આવે છે. આપણા ભગવાને સ્ત્રી રૂપને ક્યારેય કમજોર નથી માન્યા. એક બાજુ દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી, પાર્વતી માતા છે તો બીજી બાજુ એવું પણ બને છે કે ભગવાને પણ સ્ત્રી રૂપમાં આવવું પડ્યું. સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુ, બ્રહ્મા, હનુમાન, ઇન્દ્ર બધાએ કોઈક ને કોઈક વખત સ્ત્રી રૂપ ધારણ કર્યું છે અને સમાજનું કલ્યાણ કર્યું છે.
તેમનું સ્ત્રી બનવા પાછળનું કારણ ભલે ગમે તે હોય પરંતુ ઉદ્દેશ એક જ હોય છે. ઘણીવાર સમસ્યાના સમાધાન માટે સ્ત્રીની જરૂર હોય છે. એવી જ એક ઘટના બની હતી કે જેમાં ભગવાન શ્રી ગણેશને સ્ત્રીનું રૂપ ધારણ કરવું પડ્યું હતું. ભગવાન શ્રી ગણેશ માતા પાર્વતી અને શિવના પુત્ર હતા.તે ખૂબ જ પૂજનીય હતા અને કહેવામાં આવે છે કે કોઈપણ કામની શરૂઆતના સમયે તેમની પૂજા થાય છે.
એક પૌરાણિક કથા અનુસાર અંધક નામનો એક દૈત્ય હતો અને તે ખૂબ જ કુર હતો. એક દિવસ તેને માતા પાર્વતી સાથે જબરદસ્તી તેમની પત્ની બનાવવાના પ્રયત્નો કર્યા. ત્યારે માતા પાર્વતીએ પોતાની સહાયથી ભગવાન શિવને બોલાવ્યા. પોતાની પત્નીની દૈત્ય થી બચાવવા માટે ભગવાન શિવે તેમને ત્રિશુલ થી આરપાર કરી નાખ્યું.
તેના લોહીની એક એક બુંદ થી રાક્ષસ અંધક નો નિર્માણ થવા લાગ્યો. માતા પાર્વતી સમજી ગયા કે દરેક દેવી શક્તિ પાછળ બે તત્વો હોય છે. પેલું પુરૂષ તત્વ જે તેને માનસિક રૂપથી સક્ષમ બનાવે છે અને બીજું સ્ત્રી તત્વ હોય છે જે તેને શક્તિ આપે છે.
માતા પાર્વતી સમજી ગયા કે શિવજીના પ્રહારથી પુરુષ તત્વ નાશ થઈ ગયો પરંતુ સ્ત્રી તત્વોના નાસ માટે સ્ત્રીઓ ની જરૂર પડશે અને તેમને દરેક દેવીઓ ને આમંત્રણ આપ્યું જે શક્તિ રૂપ છે. માતા પાર્વતીના બોલાવવાથી દરેક દેવીઓ પ્રગટ થયા.
અંધકના નીકળતા લોહીને બંધ કરવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું હતું. આ બધાની વચ્ચે ભગવાન શ્રી ગણેશ સ્ત્રી રૂપમાં આવ્યા અને વિનાયકી રૂપ માં આવેલા ભગવાન ગણેશ અંધક નું બધુ લોહી પી લીધું.તેવી રીતે ગણેશજી સાથે દરેક દેવી શકિત ના સ્ત્રી રૂપથી અંધક નો નાશ થઈ ગયો. ભગવાન શ્રી ગણેશના સ્ત્રી રૂપ ની ઓળખ 16 મી સદીમાં થઈ હતી. વિનાયકી નું શરીર માતા પાર્વતીનું હતું પરંતુ મુખ હાથી જેવું હતું.