બધાં લોકો જાણતા જ હશે કે ભગવાનને ભોગ ચઢાવતી વખતે તેને કાંદા-લસણ ચડવામાં આવતાં નથી. જ્યારે પણ ભગવાનનાં પુજા-પાઠ કરવામાં આવે છે તો તેમાં ડુંગળી અને લસણને દુર રાખવામાં આવે છે. તમે જોયું હશે કે નવરાત્રિમાં મોટાભાગનાં લોકો ડુંગળી અને લસણનું સેવન કરતા નથી. પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે તેની પાછળનું કારણ શું છે?
આ વાતને માને તો બધા છે પણ ખુબ જ ઓછા લોકો જાણતા હશે કે આવું શા માટે કરવામાં આવે છે. બાકી બધા લોકો તો બસ એવું જ જાણે છે કે આવું ન કરવું જોઇએ. ભગવાનને મોટાભાગે લોકો પ્રસાદમાં મીઠાઈ અને ફળનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે પણ ભગવાનને ભોગ લગાવવાની વાત આવે છે,
તો આપણે તેમને શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસીએ છીએ, જેથી આપણે કોઈ પાપ માં ન પડીએ અને આપણો ધર્મ ભ્રષ્ટ ન થાય. ભગવાને ડુંગળી અને લસણનો ભોગ એટલા માટે લગ્ન નથી આવતો કારણ કે શાસ્ત્રોમાં તેને સાત્વિક ભોજન માનવામાં આવેલ નથી. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ડુંગળી અને લસણનું સેવન કરવાથી વ્યક્તિને ગુસ્સો ખુબ જ જલદી આવી જતો હોય છે
અને તેની પ્રવૃત્તિ રાક્ષસી બની જાય છે. એટલા માટે અમુક લોકો તો પોતાના ભોજનમાં પણ લસણ અને ડુંગળીનો ઉપયોગ કરતા નથી. એટલું જ નહીં અમુક લોકો તો લસણ અને ડુંગળીને અપવિત્ર સમજે છે. તેમનું માનવું છે કે જે વ્યક્તિ તેનું સેવન કરે છે તે અપવિત્ર બની જાય છે. એવી પણ માન્યતા છે કે તેનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ અને નકારાત્મકતા ઉત્પન્ન થવા લાગે છે.
લસણ અને ડુંગળીનું સેવન કરવાથી હંમેશા નકારાત્મક વિચારો આવવા લાગે છે. આ કારણને લીધે લોકો ભગવાનને લસણ અને ડુંગળી નો ભોગ લગાવતા નથી. ભગવાનને ડુંગળી અને લસણનો ભોગ ન લગાવવા પાછળ એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. એવું કહેવામાં આવે છે કે સમુદ્ર મંથનના સમયે રાહુ અને કેતુએ દગો આપીને અમૃતનું સેવન કરી લીધું હતું. જ્યારે આ વાતની જાણ ભગવાન વિષ્ણુને થઈ તો તેમણે બંને માથા ધડથી અલગ કરી નાખ્યા હતા.
પરંતુ અમૃતનું સેવન કરવાને લીધે તેમના માથા જીવિત હતા. એટલે કે તેઓ મૃત્યુ પામ્યા નહીં. કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન વિષ્ણુએ બંનેનું માથું કાપી નાખ્યું તો લોહીના ટીપા જમીન પર પડ્યા અને આ લોહીના ટીપા માંથી ડુંગળી અને લસણની ઉત્પત્તિ થઈ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.