હાલમાં સમગ્ર વિશ્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુબ જ પ્રશંસા થઈ રહી છે ત્યારે હાલમાં PM મોદીને લઈ એક જાણકારી સામે આવી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતાના લુક પ્રત્યે ખૂબ જ સભાન છે. દાઢી એમની ઇમેજનો એક મહત્વનો ભાગ છે.
નવરાત્રીનાં તહેવાર સિવાય સિવાય તેઓ આજ દિન સુધી પોતાની દાઢી સેટ કરીને જ રાખતા હોય છે પણ જ્યારથી કોરોનાને કારણે સમગ્ર દેશમાં લોકડાઉનનો અમલ થયો છે ત્યારથી એવું લાગી રહ્યું છે કે, એમણે દાઢી સેટ કરી જ નથી એટલે કે, માર્ચ મહિના બાદ એમણે દાઢી ઉગવા જ દીધી છે. અંદાજે 8 મહિનાથી એમની દાઢીમાં સતત વધારો થઈ રહ્યો છે.
જૂન મહિના સુધી સોશિયલ મીડિયામાં એવી ચર્ચા ચાલી રહી હતી કે, તેઓ સંદેશ આપવા માંગે છે કે, આપણે ઘરની બહાર જવાનું નથી. જો, વડાપ્રધાન જેવા મોટા વ્યક્તિ પણ પોતાની દાઢી સેટ કરાવતા નથી તો સામાન્ય લોકોએ તો વાળંદની પાસે જવું જોઇએ નહી, એવી વાત ચાલી રહી હતી.
આની સાથે જ લોકડાઉન ખુલી ગયું અને મોટાભાગનાં લોકો વાળંદ પાસે જવા લાગ્યા પણ PM મોદીએ હજુ સુધી દાઢી એમ રહેવા જ દીધી છે. એવું તો હોઇ શકે નહીં કે એમની પાસે વાળંદની સુવિધા ન હોય. તો પછી તેઓ દાઢી કેમ કપાવતા નથી ?
સોશિયલ મીડિયામાં આ વિષય પર ખૂબ ચર્ચા થઇ રહી છે. લોકો પોત-પોતાની રીતે અંદાજ લગાવી રહ્યા છે. એક વિશ્લેષણ પ્રમાણે એવું માનવામાં આવી રહ્યું છે કે, કોરોનાકાળ એક ઐતિહાસિક કાળ છે. આ સમયમાં જે કંઇ પણ કરાય એની નોંધ વર્ષો સુધી રહેશે.
મહાત્મા ગાંધી :
મહાત્મા ગાંધીએ દેશના લોકોની પરીસ્થિતિને જોઇ પોતે જે સૂટ-બૂટ પહેરતા હતા એ પહેરવાનું બંધ કરી દીધું હતું. એમણે ફક્ત એક જ વસ્ત્ર પહેરવાની શરૂઆત કરી અને હાલમાં પણ એમની ચર્ચા સતત થતી રહે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન મોદી પણ આ ઐતિહાસિક સમયમાં પોતાનો લુક બદલી રહ્યા છે.
શિવાજી મહારાજ :
ઘણાં લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે, એમની દાઢી શિવાજી મહારાજ જેવી લાગે છે એટલે કે, આવી દાઢી રાખીને તેઓ શિવાજી મહારાજ જેવો લુક રાખવા માંગે છે. શિવાજી મહારાજ હિન્દુ ધર્મની રક્ષા માટે લડ્યા હતા.
રવિન્દ્રનાથ ટેગૌર :
હાલમાં પશ્ચિમ બંગાળની ચૂંટણી ચાલી રહી છે એટલે કે, એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, વડાપ્રધાન મોદી રવિન્દ્રનાથ ટૈગોર જેવો લુક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એમણે હાલમાં જ પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાના દિવસે પંડાલનું ડિજિટલ માધ્યમથી ઉદ્ઘાટન કર્યું હતું. ટૈગોરે પણ પોતાનો લુક એક ઋષિ જેવો જાણીને નક્કી કર્યો હતો. તેઓ અમર થઇ ગયા છે. ટૈગોરનું નામ આવતાની સાથે જ પહેલા એમની દાઢી યાદ આવી જાય છે. તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે કે, જેમને નોબેલ પ્રાઇઝ મળ્યો છે એટલે કે, તેઓ આપણા દેશના બૌદ્ધિક લોકોના સૌથી મોટા આઇકોન છે.
ફકીર:
વડાપ્રધાન મોદી ઘણીવખત પોતાના સંબોધનમાં કહી ચૂક્યા છે કે, એમને સત્તાનો મોહ નથી. તેઓ તો ફકીર છે. ઝોળો ઉઠાવીને જતાં રહેશે. હાલમાં જે એમની દાઢી છે એમાં અદ્દલ ફકીર જેવો લુક જણાઈ આવે છે એટલે કે, એની અસર પણ પડી રહી છે. લોકો તો હવે તેમને બાબાના નામે પણ બોલાવવા લાગ્યાં છે. પહેલા સાહેબ અથવા તો મોદીજી કહેતા હવે એમને ‘બાબા’ કહેવા લાગ્યા છે.
શું કોરોના માટે કોઇ બાધા રાખેલ છે ?
લોકો તો ત્યાં સુધી ચર્ચા કરી રહ્યા છે કે, એવું પણ હોઇ શકે કે, એમણે કોરોના જ્યાં સુધી સંપૂર્ણ રીતે નિયત્રણમાં ન આવી જાય ત્યાં સુધી દાઢી ન કપાવવી. જ્યારે એ કાબુમાં આવી જશે ત્યારે તેઓ દાઢી સેટ કરાવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle