ગુજરાત(Gujarat): હાલમાં જ એક અતૂટ લાગણીનો કિસ્સો માંડવી(Mandvi) તાલુકાના શેરડી(herdi) ગામે રહેતા વૃદ્ધ દંપતી વચ્ચે જોવા મળ્યો છે. જો વાત કરવામાં આવે તો શેરડી ગામના 87 વર્ષના વૃદ્ધ બાબુભાઈ વેરશી હરિયાનું હૃદયરોગ(Heart disease)ના હુમલાથી તા.20/3ના નિધન થયું હતું. જેમના નિધનના આઘાતને કારણે 85 વર્ષના તેમના ધર્મપત્ની મંજુલાબેનને ખૂબ માનસિક આઘાત પહોંચ્યો હતો અને આ આઘાતને કારણે તેમનું પણ 12 કલાકમાં જ નિધન થયું હતું.
મહત્વનું છે કે, જીવનભર સ્નેહના તાંતણે બંધાયેલા આ સંબંધને અતૂટ રાખતા હોય તેમ પતિના મૃત્યુ બાદ પત્નીએ પણ દેહ ત્યાગી દીધો હતો. આ વૃદ્ધ દંપતી પોતાના જીવનના છેલ્લા પડાવમાં હંમેશા સાથે જોવા મળતા હતા અને તેમની અંતિમ યાત્રામાં પણ સાથે જ રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, તેમનો પુત્ર સિંગાપોર રહેતો હોવાથી એ પણ તાત્કાલિક જ હવાઈ માર્ગેથી ગામે પહોંચ્યા હતા અને તેમની દીકરીઓ પણ અમદાવાદથી ગામે આવી પહોંચી હતી. ત્યારબાદ બંનેની અંતિમ યાત્રા સાથે નીકળી હતી.
બંનેની સ્મશાન યાત્રામાં મહાજન પ્રમુખ ભવાનજીભાઈ નાગડા, બબાશેઠ, લખમશીભાઈ હરીયા, ભાણજીભાઈ માણેક (મુંબઈ), ધીરજ હરીયા, દિનેશ ગોસર, પ્રેમજીભાઈ વગેરે સહિત જૈન સમાજના ટ્રસ્ટી ગણ તથા વિષ્ણુ સમાજના હિમ્મતલાલ દેવધર, કૌશિક વ્યાસ, ઉપસરપંચ નારાણ સંગાર તથા અન્ય સમાજના માણસો અને મોભીઓ પણ જોડાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.