જુઓ ખૌફનાક અકસ્માતના દ્રશ્યો- રાધનપુર નેશનલ હાઈવે પર ટ્રક નીચે ઘુસી ગયું બાઈક 

ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માત(Accident)ની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માત પાટણ(Patan) જિલ્લાના રાધનપુર નેશનલ હાઇવે નંબર 27(Radhanpur National Highway No.27) પરથી સામે આવ્યો છે. મહત્વનું છે કે, અકસ્માતમાં કોઈનું મોત થયું નથી.

મળતી માહિતી અનુસાર, પાટણ જિલ્લાના રાધનપુર નેશનલ હાઇવે નંબર 27 ઉપર ભાભર ત્રણ રસ્તા પાસે મંગળવારના રોજ ટ્રક અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક ઉપર સવાર બે ઈસમો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે રાધનપુર અને ત્યારબાદ મહેસાણા શિફ્ટ કરવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિકના દ્રશ્ય સર્જાતા પોલીસ દ્વારા ઘટના સ્થળે આવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અકસ્માતના બનાવની મળતી માહિતી અનુસાર, મંગળવારના સવારના સુમારે રાધનપુરના નેશનલ હાઇવે માર્ગ નંબર 27 પરથી પસાર થઈ રહેલા ટ્રકને ઓવરટેક કરવા જતા બાઈક સ્લીપ મારી ગઈ હતી અને તે ટેલર નીચે ઘૂસી ગયું હતુ જોકે ટેલર ચાલકે અચાનક બ્રેક મારી દેતા સદનસીબે જાનહાની ટળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં બાઈક પર સવાર બંને ઇસમો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હતા. જેને કારણે તાત્કાલિક સારવાર માટે રાધનપુર હોસ્પિટલ ખાતે 108 માધ્યમથી લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને બંને ઈસમોની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે બંનેને મહેસાણા રીફર કરવામાં આવ્યા છે. આ અકસ્માતની ઘટના અંગેની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી હાઇવે પરનો ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *