ઉત્તર પ્રદેશ(Uttar Pradesh): પીલીભીત (Pilibhit)માં, છેડતી (molestation)નો કેસ પાછો ન ખેચતા ગુંડાઓએ કેસ કરનાર દંપતી પર એસિડ(Acid) વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે પતિની હાલત નાજુક છે. આ ઘટના 9 મેના રોજ સવારે બની હતી. આ કેસમાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા છે.
મળતી માહિતી મુજબ ગજરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારના અગ્યારી ગામમાં રહેતા એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પત્ર આપ્યો હતો. જણાવવામાં આવ્યું હતું કે 4 મેના રોજ ગામના રાજેશે તેની 16 વર્ષની પુત્રીની છેડતી કરી હતી. પોલીસે આ મામલે FIR નોંધી હતી. ઘટના બાદ આરોપી પક્ષ પીડિતાના પરિવાર પર સમાધાન માટે સતત દબાણ કરી રહ્યો હતો. આ માટે તેને ધમકીઓ પણ આપવામાં આવી રહી હતી. જ્યારે પીડિતાના પક્ષે કેસ પાછો ખેચવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે 9 મેના રોજ, રામકિશન, અજય, ગુડ્ડુ, છોટેલાલ, હરિશંકર, જેઓ ગામના રહેવાસી હતા, દિવાલ કૂદીને પીડિતાના પરિવારના ઘરમાં ઘૂસી ગયા હતા અને છોકરીના માતા-પિતા પર એસિડથી હુમલો કર્યો હતો.
આ ઘટનામાં દંપતી ખરાબ રીતે દાઝી ગયા હતા. બંનેને સારવાર માટે બરેલીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે યુવતીના કાકાની ફરિયાદના આધારે પાંચ નામના આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. તપાસ દરમિયાન છેડતી કરનાર મુખ્ય આરોપી રાજેશ અને તેના પિતા રોશનલાલનો પણ કેસમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 7 આરોપીઓને જેલમાં મોકલી દીધા છે. તે જ સમયે પોલીસ અધિક્ષક દિનેશ પી ઘટનાસ્થળે ગયા અને બાદમાં દંપતીની હાલત જાણવા બરેલી હોસ્પિટલ પહોંચ્યા. આ મામલે પ્રાદેશિક પોલીસની બેદરકારી સામે આવ્યા બાદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અને ચોકીના ઈન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અહીં મંગળવારે બરેલીની રોહિલખંડ હોસ્પિટલમાં દાખલ 40 વર્ષીય મહિલાનું મોત થયું હતું. પતિની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.