લગભગ 12 ફુટ ઊંડા સેપ્ટિક ટેંકમાં સીમાની ડેડ બોડી હતી. પોલીસને લાસ મેળવવા માટે રવિવારના રોજ ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પોલીસે સૌથી પહેલા સેપ્ટિક ટેંક તોડાવરાયું અને તેની સફાઇ માટે કર્મચારીઓને બોલાવ્યા. કારણ કે, લાસના એક-એક ટૂકડાને એકઠા કરવાના હતાં.
પોલીસની પૂછપરછમાં આરોપી આશુએ પત્ની પર શંકાના ગણા કારણો ગણાવ્યા. તેની પત્ની વોટ્સએપ પર સતત ચેટિંગ કરતી હતી અને પોન કરવા પર સીમાનો નંબર વ્યસ્ત આવતો હતો. આરોપી પતિને શંકા હતી કે, તેની પત્ની સતત કોઇ સાથે વાત કરતી હતી. પત્નીનો મોબાઇલ ચેક કરવા માટે આશુએ ગણી વખત પ્રયાસ કર્યો પરંતુ મોબાઇલ લોક હોવાના કારણે તેની શંકા વધી ગઇ. બંન્ને વચ્ચે આ વાતને લઇ હંમેશા કંકાશ થતો હતો. આશુ હંમેશા સીમા સાથે મારઝુડ કરતો હતો અને તેના ચરિત્રને લઇ ગંદી વાતો કરતો હતો.
પોલીસ તપાસમાં પાડોસીઓએ જણાવ્યું કે, શનિવારે તેમણે હત્યા પહેલા સીમાને આવતા જોઇ હતી. જોકે ઘરમાં રાત્રે કોઇની બૂમબરાડાનો અવાજ સંભળાયો નહી. પોલીસ અને પારિવારિત સૂત્રો અનુસાર ત્રણ મહિનાથી આશુ, સીમા અને ત્રણ દીકરીઓને લઇ કિરાડી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો હતો. તેનું પોતાનુ મકાન પ્રેમનગર થર્ડમાં છે જ્યાં તેની માતા અને ભાઇ રહે છે. અવારનવાર ઘર કંકાસથી પરિવારજનોએ આશુને બહાર રહેવાનું કહ્યું હતું. શનિવારે સાંજે લગભગ સાડા સાત વાગે પ્લાનિંગ અનુસાર આશુ સીમાને પોતાની માતાના ઘરે લાવ્યો હતો. ત્રણે દીકરીઓને તેને પોતાના ઘરે મૂકી હતી. તેને કહ્યું હતું કે ખુબ જ જલ્દી પરત આવશે. અને પોતાની માતાના ઘરે લાવી તેને પત્નીની હત્યા કરી નાંખી. આશુના પરિવારમાં પિતા રાકેશ પાલ, માતા અને બે નાના ભાઇ છે.
તમને જણાવી દઇએ કે, 10 વર્ષ પહેલા સીમા અને આશુના લગ્ન થયા હતા. સીમા સંગમ વિહારમા રહેતી હતી. આશુ મૂળ રીતે હરદોઇનો રહેવાસી છે. પ્રેમ નગર, શનિ બજારમાં તેનું પોતાનું મકાન છે. પોલીસને રવિવારે સવારે આશુએ પોલીસ સ્ટેશનમાં આવીને જણાવ્યું કે તેણે પોતાની માતાના ઘરે પોતાની પત્નીની હત્યા કરી ડેડ બોડીને સેપ્ટિક ટેંકમાં ફેંકી દીધી છે.
સીમાના ભાઇ સંતોષએ જણાવ્યું કે, આશુએ રાત્રે લગભગ અગિયાર વાગે તેની મા ચમેલી દેવીને ફોન કર્યો હતો. આશુએ તેમને કહ્યું,’મેં તમારી દીકરીની હત્યા કરી નાંખી છે.’ બાદમાં તેણે પોન બંધ કરી દીધો હતો. જોકે તે લોકોને પહેલા તો એવું લાગ્યુ કે, તે આમજ કહી રહ્યો છે પરંતુ કોઇની સાથે વાત ન થતા પરિવાર ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.