હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. પંજાબમાં આવેલ કપૂરથલા જિલ્લામાં લગ્નની સૌપ્રથમ વર્ષગાંઠથી એક દિવસ અગાઉ યુવકની હત્યા કરવામાં આવી હતી. પત્ની પોતાના પતિ આવવાની આતુરતાથી રાહ જોઈ રહી હતી પણ પતિનો મૃતદેહ ઘરે પહોંચતા તેના હોશ ઊડી ગયાં હતાં.
થોડીક જ ક્ષણોમાં ખુશી તથા ઉત્સાહથી ભરેલું ઘર માતમમાં ફેરવાઈ ગયું હતું. અહીં નોંધનીય છે કે, સોમવાર રાત્રે 9 વાગ્યે ઢાબા પર જમતી વખતે સામાન્ય ઝઘડા પછી એક યુવકની હત્યા કરવામાં આવી હતી. મૃતકની ઓળખ રવિન્દ્ર કુમાર ઉર્ફે રિક્કી તરીકે કરવામાં આવી છે.
યુવકની મંગળવારે લગ્નની સૌપ્રથમ વર્ષગાંઠ હોવાંથી ઘરમાં ઉજવણીની તૈયારી ચાલી રહી હતી. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે કહ્યું હતું કે, સોમવાર રાત્રે અંદાજે 9 વાગ્યે રવિન્દ્ર ઉર્ફે રિક્કી પોતાના દોસ્ત હરકીરત સિંહની સાથે કેનેડિયન ઢાબા પર ભોજન કરવા માટે ગયો હતો. ત્યાં હરપ્રીત સિંહ ઉર્ફે હૈપ્પી અને તેના ભાઈ જસપાલ સિંહ પોતાના સાળા ઓંકાર સિંહની સાથે જમી રહ્યા હતા.
જૂની અદાવતમાં રવિન્દ્રને મોતને ઘાટ ઉતારી દીધો:
રિક્કીની જસપાલ સિંહ અને તેના ભાઈ સાથે જૂની અદાવત હતી. જેને લીધે ઢાબા પર ઝઘડો થયો હતો. હરપ્રીત અને તેના સાથી રવીન સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો. જેની પર રવિન્દ્ર પોતાના મિત્રની સાથે ઢાબાની બહાર આવી ગયો હતો.
એટલા સમયમાં હરપ્રીતે પોતાના 4 સાથીઓને પણ બોલાવી દીધા હતાં. વિવાદ એટલો વધી ગયો હતો કે, ગુસ્સામાં કાબૂ ગુમાવીને હરપ્રીતે રવિન્દ્ર તથા તેના મિત્ર પર ગાડી ચડાવી દીધી હતી. જેને લીધે રવિન્દ્રનું મોત નીપજ્યું હતું તેમજ દોસ્ત ગંભીર રીતે ઘાયલ થયો હતો.
બે આરોપીની ધરપકડ:
ત્યારબાદ આરોપી ત્યાંથી ભાગી ગયાં હતાં. મૃતક રવિન્દ્રના ભાઈ અમનદીપ કુમારના નિવેદન પર આરોપી બંને ભાઈઓ, તેમના સાળા સહિત 4 અન્ય લોકોની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. બંને આરોપી ભાઇઓની ધરપકડ કરવામાં આવી છે. બાકીનાં લોકોની તપાસ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle