મૂળ ઉતરપ્રદેશના વતની અને મહેસાણામાં રહેતા યુવકે લગ્ન થયાના 6 જ મહિનામાં આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો હતો. આપઘાત કરનાર યુવકના પેન્ટના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવેલ છે. મળતી માહિતી અનુસાર યુવકે પોતાની પત્નીના અન્ય જગ્યાએ આડાસબંધ હોવાને કારણે આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર, મહેસાણાના રામોસણામાં રહેતા યુવકના 6 મહિના અગાઉ જ ઉત્તરપ્રદેશની એક યુવતી સાથે લગ્ન થયા હતા. લગ્ન થયા બાદ પતિ અને પત્ની બંને પોતાના પિતાના જ મકાનમાં ઉપરના માળે રહેતા હતા. લગ્નના 6 મહિના જ થયા હતા અને બંને વચ્ચે ઝઘડો શરુ થઈ ગયો હતો. પત્ની મોબાઈલ ફોન પર કોઈ અજાણ્યા યુવક સાથે વારંવાર વાતો કરતી હતી. જેને લીધે બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતો હતો.
ગઈ 29 મેના રોજ પત્નીના કોઈ આડાસબંધને લઈને જન થતા બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. જોકે આ વિશે પરિવારને ખબર પડતા બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ત્યારે યુવકને જાણ થઇ હતી કે તેના પિતાને દિલ્હીના યુવક દ્વારા ધમકી આપવામાં આવી હતી અને યુવકની પત્ની સાથે ઝઘડો ન કરવાનું કહીને જેલમાં ધકેલી દેવાની ધમકી આપવામાં આવી હતી.
ત્યારબાદ 30 તારીખના રોજ રાત્રે 3 વાગ્યે ભાભીએ આવીને દિયરને કહ્યું હતું કે, આપના ભાઈ દરવાજો ખોલી રહ્યા નથી. જેને લઈને યુવકે અને તેમના પિતાને દરવાજો ખોલવા કહ્યું અને દરવાજો ખખડાવ્યો હતો. પણ આમ છતાં દરવાજો ન ખોલતા તેમણે આ દરવાજો તોડી નાખ્યો હતો અને અંદર જોયું તો મોટો ભાઈ પંખા સાથે લટકતા જોવા મળ્યો હતો. તુરંત જ યુવકને નીચે ઉતારીને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોકટરે તેમને મૃત જાહેર કર્યો હતો.
આ સમગ્ર ઘટના અંગેની જન થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃતક યુવકની તપાસ કરતા તેમના પેન્ટના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવી હતી. જે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે મૃતક યુવકના ભાઈએ ભાભી અને ફોન પર ધમકી આપનાર વ્યક્તિ સામે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.