ગન બતાવી હિન્દીમાં ધમકી આપનારા કથિત સાધુ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ થવા અખિલ ભારત હિન્દુ મહાસભા આવ્યું મેદાનમાં

Published on Trishul News at 12:40 PM, Sun, 3 September 2023

Last modified on September 3rd, 2023 at 12:40 PM

Police complaint against Sant Parameshvardas: હાલ બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે આવેલ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમામાં નીચે મુકેલા ભીંતચિત્રોને લઈને સમગ્ર સનાતનનીઓના દિલ દુભાયા છે. પરંતુ છેલ્લા બે દિવસથી બોટાદના રોકડિયા હનુમાન મંદિરના સંત પરમેશ્વરદાસ દ્વારા મીડિયા સમક્ષ હથિયાર બતાવીને જે રીતે ધમકી આપવામાં આવી હતી (Police complaint against Sant Parameshvardas) અને કહેવામાં આવ્યું હતું કે, “મેં સનાતન ધર્મ અને હિન્દુ ધર્મની રક્ષા માટે હથિયાર ઉપાડ્યા છે અને જો આ ભીંતચિત્રો 24 કલાકમાં ઉતારવામાં નહીં આવે તો હું આ લોકોનો વધ કરી નાખીશ.”

આ સંત દ્વારા જે નિવાદન આપવામાં આવ્યું છે જે સંત સમાજને શોભે એમ નથી. અને જે રીતે તેઓ દ્વારા બે હાથમાં બંદૂક અને બાજુમાં પડેલી બંદૂક જોવા મળી રહી છે, તે આર્મીમાં વપરાતી ગન મશીન હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે અહીં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શું આ બધા હથિયાર રાખવાની મંજૂરી તેમને લીધેલી છે કે નહિ? જો નથી લીધેલ તો આ તમામ હથિયારો તેમની પાસે આવ્યા ક્યાંથી?

આવી રીતે ગુજરાતમાં ખુલ્લેઆમ હથિયારો બતાવીને મીડિયા સામે ખુલ્લેઆમ ધમકી આપીને ગુજરાતની ગરીમાં ખરડાય રહી છે. આ ઉશ્કેરણી જનક સ્ટેટમેન્ટના કારણે બીજા લોકોને ઉશ્કેરાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જેથી આવા સંત સામે કે, જે બની બેઠેલા સનાતનનીઓ છે અને સમગ્ર સંત સમાજને ન શોભે એવું કૃત્ય કરવામાં આવ્યું છે જેથી આવા સંત સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. જેથી કરીને આવનારા સમયમાં બીજું કોઈ ઉશ્કેરાય નહીં અને ગુજરાતની ગરિમા અને તમામ સનાતનનીઓના દિલના દુભાય નહીં આ સમગ્ર વીડિયોમાં દેખાતા તમામને ઊંડાણપૂર્વક તપાસ થાય તેવી અખિલ ભારત હિન્દુ મહાસભાના મહામંત્રી પરેશભાઈ વેકરીયા દ્વારા અરજી કરવામાં આવી છે.

હાલ સાળંગપૂરમાં જે વિવાદ ચાલી રહ્યો છે. એ સાથે બેસીને જેનો સુખદ ઉકેલ લાવવાના પ્રયત્નો બદલે આ વિવાદનો ખોટો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. અને બની બેઠેલા સનાતનનીઓ દ્વારા ખોટેખોટા કાવતરાઓ કરીને ગુજરાતમાં વર્ગવિદ્રોહ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે જેથી તાત્કાલિક આ પગલાં લેવામાં આવે એવી અમને આશા છે.

Be the first to comment on "ગન બતાવી હિન્દીમાં ધમકી આપનારા કથિત સાધુ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ થવા અખિલ ભારત હિન્દુ મહાસભા આવ્યું મેદાનમાં"

Leave a comment

Your email address will not be published.


*