હાલમાં હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 2 દિવસ અગાઉ થયેલ હત્યા કેસને ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસને મળેલ બાતમી પ્રમાણે ઉધના રેલવે-ટ્રેક નજીક દફનાયેલ અવસ્થામાં એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો, જેમાં પોલીસે તપાસ કરતાં એક યુવક સહિત સગીરની ધરપકડ કરવામાં આવી છે.
અનિલ બાગલે નામના આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, પત્નીને પૂર્વ પ્રેમી અજય મોરે રંજાડતો હતો, જેને લીધે તેને બોલાવીને સાથે દારૂ પીવડાવીને નશામાં ચૂર કર્યો હતો. ત્યારપછી ચપ્પુના ઘા મારીને હત્યા કરી ઓળખ ન થાય એની માટે પેટ્રોલ નાખીને સળગાવીને દાટી દેવામાં આવ્યો હતો.
ઘટના શું હતી?
ઉધના પોલીસને ઉધના રેલવે-ટ્રેક નજીક ઝૂંપડામાં કોઈ યુવકની હત્યા કરીને મૃતદેહ દાટી દેવામાં આવી છે, જેની તપાસ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને ખોદકામ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન માટી નીચેથી એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો.
મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં મળી આવતાં મૃતદેહની ઓળખ થઈ શકી ન હતી. જેને જોતાં પ્રાથમિક તપાસમાં પોલીસને લાગ્યું હતું કે, હત્યા કર્યા પછી તેનાં મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો. ત્યારપછી એને દાટી દેવામાં આવી હોઈ શકે છે. FSLની ટીમ પણ સાથે હોવાને લીધે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
યુવક ગુમ થયાની ફરિયાદ પણ કરાઈ હતી :
અજય મોરે 22 તારીખની મોડી રાત્રે ઘરમાંથી નીકળ્યા પછી લાપતા થયો હતો. સમગ્ર પરિવારે આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. યુવક ગુમ થયો એ વિસ્તાર ચેક કરતાં મોપેડ પર બેસીને જતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરી દેતાં પોલીસ દ્વારા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
પત્નીનો પૂર્વ પ્રેમી સમજવા તૈયાર ન થતાં હત્યા કરી :
આરોપીએ પોલીસની પૂછપરછમાં જણાવ્યુ હતું કે, અનિલના લગ્ન જે યુવતીની સાથે થયા છે તે યુવતી અજયની પૂર્વ પ્રેમિકા હતી. જો કે, યુવતીના લગ્ન થયા પછી યુવતીએ અજય સાથેના પ્રેમ સંબંધો તોડી નાખ્યા હતા. જો કે, અજય પ્રેમિકાને સંબંધ રાખવા માટે હેરાન કરતો હતો, જેને લીધે આ યુવતીએ સમગ્ર ઘટના પોતાના પતિ અનિલને જણાવી હતી. અનિલે અજયને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે કોઈ વાતને સમજવા તૈયાર ન હતો.
ઓળખ ન થાય એ માટે પેટ્રોલ નાખી સળગાવ્યો :
અનિલે 22 તારીખનાં રોજ અજયને સમાધાન કરવા માટે બોલાવી પહેલા દારૂ પિવડાવ્યો હતો. ત્યારપછી તેને ચપ્પુ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જો કે, અજયનો મૃતદેહ ઓળખી ન શકાય એ માટે પહેલા પેટ્રોલ નાખીને સળગાવવામાં આવ્યો હતો. ત્યારપછી તેની દફનવિધિ કરવામાં આવી હતી. જો કે, પોલીસે અનિલની ધરપકડ કરતાં તેણે કરેલા ગુનાની કબૂલાત કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.