સુરત સહિત રાજ્યભરની શાળાઓમાં વાલીઓના વિરોધ અને નારાજગી સાથે વર્ષ 2020-21ના શૈક્ષણિક વર્ષ નો આરંભ થઈ ચૂક્યો છે. છેલ્લા બે અઠવાડિયામાં સુરતની ચાર જેટલી શાળાઓમાં વાલીઓનો હોબાળો, સૂત્રોચ્ચાર વિરોધ પ્રદર્શન ના કિસ્સા નોંધાયા છે. વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવા પર પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે ઓનલાઇન શિક્ષણ અને તે બદલ વસૂલવામાં આવી રહેલી તેને લઈને વાલીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિ વચ્ચે સુરતમાં કતારગામ વિસ્તારની એક શાળાએ અતિ મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત અંગ્રેજી તથા ગુજરાતી મીડીયમ ધોરણ 1 થી ધોરણ 12 માં અભ્યાસ કરતા 5970 જેટલા વિદ્યાર્થીઓને ઓગસ્ટ મહિનાથી રાબેતા મુજબનું શિક્ષણ કાર્ય શરૂ ન થાય ત્યાં સુધી ફી માફી આપવામાં આવી છે.
સુરતના કતારગામ વિસ્તારમાં આંબાતલાવડી સ્થિત ગોપાલગ્રામમાં આવેલી શ્રી સાહેબ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ -સુરત સંચાલિત યોગી પ્રવૃત્તિ વિદ્યાલય નામની કાર્યરત પ્રાથમિક શાળા, સાથે સાથે અક્ષર જ્યોતિ નામથી કાર્યરત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ યોગી ઇંગલિશ એકેડમી નામથી કાર્યરત અંગ્રેજી માધ્યમ શાળામાં અભ્યાસ કરી રહેલા 5970 વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. આ શાળાનો વાર્ષિક ફી નું ધોરણ 15,000 થી 27,000 સુધીનું છે.
છેલ્લા ત્રણ મહિનાથી લોકડાઉનની સ્થિતિ અને અનેક વાલીઓને વેપાર ધંધા ,રોજગારનો પ્રશ્ન હોય એટલે શાળાના સંચાલકોએ એવો નિર્ણય લીધો છે કે ઓગસ્ટમાં રાબેતા મુજબનું શિક્ષણ કાર્ય શરૂ ન થાય ત્યાં સુધી જૂન અને જુલાઈના બે મહિનાની ફી માફ કરવાનો નિર્ણય કર્યો છે. જેનાથી કોરોના વચ્ચે વિદ્યાર્થીઓના વાલીઓને રાહત મળે. ધોરણ 1 થી 12 ના તમામ વિદ્યાર્થીઓની જુન અને જુલાઈ મહિનાની ફી ન વસૂલવાનો નિર્ણય કરાયો છે. શાળા દ્વારા આપવામાં આવતા ઓનલાઇન શિક્ષણની કોઈ ફી વસૂલવામાં આવશે નહીં. તેજ સાથે સુરતની અન્ય શાળાઓ માટે પ્રેરણાદાયી કહી શકાય એવી એક પહેલ રજૂ કરવામાં આવી છે.
શાળા સંચાલક વિપુલ ગાબાણી જણાવતા કહે છે કે, “ત્રણ મહિનાથી કોરોના સંક્રમણ નો ડર અને લોકડાઉન ને કારણે શહેરીજનોને મોટાપાયે આર્થિક નુકસાન થયું છે. આ કપરા સંજોગોમાં હજારો વાલીઓને પોતાના બાળકને શાળાની ફીની ચિંતા થઈ રહી છે. એક થી ત્રણ બાળકો ધરાવતા વાલીઓ માટે શૈક્ષણિક ફીનો પ્રશ્ન ખૂબ જ જટિલ બની રહ્યો છે .વાલીઓની પરિસ્થિતિ લાગણીને સમજતા બાળક ઓગસ્ટ મહિનામાં શાળાએ આવે ત્યાં સુધી એટલે કે જૂન અને જુલાઈ ની ફી માફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યોગી પ્રવૃત્તિ અને અક્ષર જ્યોતિ શાળામાં ભણતાં ધોરણ 1 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ ને બે મહિનાની ફી માફ કરવામાં આવશે.”
—ભાવનગરની આ શાળાએ ધોરણ 1 થી 12 ના તમામ વિદ્યાર્થીઓની એક વર્ષની ફી કરી દીધી માફ—-
ભાવનગરની આ શાળાએ ધોરણ 1 થી 12 ના તમામ વિદ્યાર્થીઓની એક વર્ષની ફી કરી દીધી માફ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news