શું ખરેખર સરકાર ફરીથી નોટ બંધી કરવા જઈ રહી છે? શું ખરેખર ફરીથી જૂની નોટ જમા કરાવવા લાગવું પડશે? શું ફરીથી એટીએમમાં લાંબી લાઈનમાં ઉભુ રહેવું પડશે? છેલ્લા કેટલાક સમયથી અફવા ચાલી રહી છે કે 31 ડિસેમ્બર બાદ 2000ની નોટ બંધ થઈ જશે. સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહેલ આ આપવામાં કહેવામાં આવી રહ્યું છે કે 31 ડીસેમ્બર 2019 બાદ 2000ની નોટો ચલણમાં નહીં રહે. ઘણા બધા લોકો આ અફવા પર વિશ્વાસ કરી રહ્યા છે. આવી ખબર પર વિશ્વાસ કરો એ પહેલાં અમે તમને સચ્ચાઈ જણાવી દઈએ.
શું છે હકીકત?
ખરેખર આ મેસેજમાં કાંઈ સચ્ચાઇ નથી. મેસેજ માં ખાલી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. આનો મતલબ આ ખબર ફેક છે. ખબર અનુસાર સરકાર કોઈપણ 2000 ની નોટ બંધ કરવાની નથી તેમજ 1000 ની નોટ પણ ચલણમાં નહીં આવે. અરબી તરફથી મળતી માહિતી મુજબ આવું કંઈ થવાની સંભાવના દેખાઈ નથી રહી તેમજ આવો કોઈ આદેશ આપવામાં નથી આવ્યો.
2000 ની નોટ છાપવામાં ઘટાડો થયો છે
2000 ની નોટ ને લઈને તાજેતરમાં જ એક ખબર આવી હતી કે આરબીઆઈએ એક આરટીઆઈના જવાબમાં કહ્યું છે કે 2000 ની નોટ છાપવામાં ઘટાડો થયો છે. અન્ય એક આર.ટી.આઈ ના જવાબમાં આરબીઆઈએ કહ્યું છે કે 2000 ની નોટ છાપવાની ની કામગીરી બંધ કરી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.