દિલ્હીમાં સત્તત ત્રીજી વખત જીતનો ડંકો વગાડ્યા બાદ હવે દેશની રાજનીતિ બદલવા માટેની અરવિંદ કેજરીવાલે કવાયત શરુ કરી છે. ભાજપના કટ્ટર હિન્દુત્વની સામે આમ આદમી પાર્ટીના સુપ્રીમોએ સોફ્ટ હિન્દુત્વની રાજનીતિની પકડી લીધી છે. કેજરીવાલ ભ્રષ્ટાચાર મુક્ત અને દેશના વિકાસના એજન્ડા પર કામ કરવાના દમ પર શીલા દીક્ષિતના નેતૃત્વવાળી કોંગ્રેસને પરાજયનો સ્વાદ ચખાવ્યો હતો. પણ જ્યારે સામનો બીજેપી સામે હતો તો તેમણે પોતાના એજન્ડાને સોફ્ટ હિન્દુત્વ તરફ ટર્ન કરી લીધો અને હનુમાન ભક્ત બની ગયા.
દિલ્હીના ગ્રેટર કૈલાશથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્રાજે ટ્વીટર પર લખ્યું છે કે, દરેક મંગળવારના પહેલા દિવસે સુંદરકાંડનો પાઠ અલગ અલગ વિસ્તારોમાં કરવો પડશે. NIAને આપેલા નિવેદનમાં તેમણે કહ્યું કે, ‘આ ચૂંટણીમાં અમારા પર ઘણી સમસ્યાઓ આવી. જ્યારે જ્યારે અમારી અને દિલ્હી પર સંકટના વાદળ ઘેરાયા ત્યારે ત્યારે સંકટમોચક બનીને ભગવાન હનુમાનજી બહાર આવ્યા. હનુમાનજી એવા ભગવાન છે જે ગરીબોના પણ છે અને અમીરોના પણ છે. મહિલાઓમાં પોપ્યુલર છે અને બાળકોમાં પણ. ભૂતોને દૂર રાખવા માટે હનુમાનજી અમારા માટે સૌથી મોટી તાકાત છે.’
ગુજરાત વિધાનસભામાં 26મી ફેબ્રુઆરીએ રજૂ થનારા 2020-21ના વર્ષના સામાન્ય બજેટમાં આ વખતે અરવિંદ કેજરીવાલ ઇફેક્ટ જોવા મળી શકે તો નવાઇ પામવા જેવું નથી. દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો જે મુદ્દાઓ પર વિજય થયો છે તેવો વિજય ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં થાય તે માટે સરકારે અત્યારથી આયુધ સજાવ્યા છે.
ગુજરાત રાજ્યમાં સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે ત્યારે નવા વર્ષના સામાન્ય અંદાજપત્રમાં દિલ્હીની પેટર્ન પ્રમાણે રાજ્યના વિકાસની યોજનાઓ મંજૂર થાય તેવી સંભાવના છે. રાજ્યના નાણામંત્રી આ વખતે અંદાજપત્રમાં લોકો ખુશખુશાલ થઇ જાય તેવી નવી યોજનાઓ લાવી રહ્યાં છે. એ સાથે આમ આદમીને સ્પર્શતી બાબતોની જોગવાઇ પણ કરવામાં આવી શકે છે.
રાજ્યમાં સપ્ટેમ્બર- ઓક્ટોબર મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ મહાનગરોની ચૂંટણી આવી રહી છે ત્યારે સરકાર જિલ્લા થી રાજ્યસ્તરની મોટાપાયે બદલીઓ કરવા જઇ રહી છે. રાજ્યમાં 24મી ફેબ્રુઆરીએ સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ બજેટ રજૂ કરવા જઇ રહ્યાં છે પરંતુ તેમને ખબર નથી કે બજેટ સત્ર પછી તેઓ ક્યાં હશે. વિભાગના મંત્રીને પણ ખબર નહીં હોય અને તેમના વિભાગનો અધિકારી બદલાઇ ચૂક્યો હશે.
ગુજરાત રાજ્યના નાણા વિભાગના સિનિયર અધિકારીએ કહ્યું હતું કે, અમારા બજેટનું કદ 2.22 લાખ કરોડ જેટલું થવાનું છે. આ વખતે અમે પ્રજાકીય કામોને વધારે મહત્વ મળે તે દિશામાં કામગીરી કરવાના છીએ. અંદાજપત્રમાં રાજ્યના કૃષિ સેક્ટરને વધારે ઉત્તેજન મળે તે માટે કૃષિ કલ્યાણની અનેક યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ ઉપરાંત ગ્રામીણ તેમજ શહેરી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 70 માંથી 62 બેઠકો મળવાનું મુખ્ય કારણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શરૂ કરેલી જનકલ્યાણની યોજનાઓ છે. દિલ્હીમાં કેજરીવાલના ભવ્ય વિજયમાં સસ્તી વીજળી, પીવાનું ચોખ્ખું પાણી, ઉત્તમ સડકો તેમજ મહોલ્લામાં આરોગ્ય સુવિધા મુખ્ય છે. આ ચારેય બાબતો સામાન્ય માનવીને સ્પર્શે છે. ગુજરાત સરકાર પણ આ જ પેટર્ન પ્રમાણે અંદાજપત્રમાં નવી જોગવાઇ કરી રહી છે. વિકાસ કે જનહિતના કામો કરવાથી સરકાર બની શકે છે તેવો દિલ્હીનો મેસેજ ગુજરાત લાગુ કરે તેવી સંભાવના છે.
ગુજરાત રાજ્યમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મોટાપાયે ચૂંટણીઓ આવી રહી છે. આ ચૂંટણીઓમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને જીવતદાન મળે તે માટેના પ્રયાસો અંદાજપત્રમાં કરવા માટે વિભાગોના વડા અને ઉચ્ચ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે. રૂપાણી જો સ્થાનિક ચૂંટણી હારી જાય તો ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન શક્ય છે પરંતુ જો સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો ઉત્તમ દેખાવ રહ્યો તો 2022ની વિધાનસભા ચૂંટણી વિજય રૂપાણીના નેતૃત્વમાં લડાય તેવી સંભાવના નકારી શકાતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.