વિંગ કમાન્ડર અભિનંદન આજે વાઘા બોર્ડરથી ભારત પરત ફરશે, દેશ સ્વાગત માટે તૈયાર

જે સમગ્ર દેશની નજર વાઘા બોર્ડર પર છે. ભારતના કડક વલણ સામે પાકિસ્તાને અંતે ઝૂકવું જ પડ્યું અને પાકિસ્તાનના વડપ્રધાન ઈમરાન ખાને જ ઇન્ડિયન એરફોર્સના…

જે સમગ્ર દેશની નજર વાઘા બોર્ડર પર છે. ભારતના કડક વલણ સામે પાકિસ્તાને અંતે ઝૂકવું જ પડ્યું અને પાકિસ્તાનના વડપ્રધાન ઈમરાન ખાને જ ઇન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદનને કોઈ પણ શરત વગર છોડવાની જાહેરાત કરવી પડી હતી. ઈસ્લામાબાદના ભારતીય ગ્રૂપ કેપ્ટન જેડી કુરિયન અભિનંદનને લઈને વાઘા બોર્ડરથી ભારતમાં પ્રવેશ કરશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયુસેનાનું પ્રતિનિધિ મંડળ વિંગ કમાન્ડર અભિનંદનને આવકારવા માટે વાઘા બોર્ડર જશે. તેની સાથે અભિનંદનના માતાપિતા પણ તેને વેલકમ કરવા માટે અમૃતસર પહોંચી ગયા છે. આજે બપોરે 12 વાગ્યા પછી વાઘા બોર્ડર ખાતેથી અભિનંદન ભારતીય સરહદમાં પ્રવેશ કરશે. ખતરાને ધ્યાનમાં રાખીને વાઘા બોર્ડર વિસ્તારમાં બીએસએફ તરફથી સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ પહેલા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે ટ્વિટ કરીને કહ્યું હતું કે, તેઓ જો વાઘા બોર્ડર ખાતે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને વેલકમ કરશે, તો તેમના માટે આ સન્માનની વાત હશે.

આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાતે ગુરુવારે કહ્યુ હતુ કે, “શાંતિ તરફ વાતચીત શરૂ કરવાના પ્રયાસના ભાગરૂપે પાકિસ્તાન ભારતીય વાયુસેનાના અધિકારીને ભારત પરત મોકલશે.”

ઉલ્લેખનીય છે કે બુધવારે ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદન પોતાનું મિગ-21 ક્રેશ થયા બાદ પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. જ્યાંથી પાકિસ્તાન આર્મીએ તેમને કસ્ટડીમાં લઈ લીધા હતા. જે બાદમાં ભારત તરફથી અભિનંદનને મુક્ત કરવા માટે પાકિસ્તાન પર સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું.

વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત કરવાની વાતને કૂટનીતિક સ્તરે પીએમ મોદીની મોટી જીત માનવામાં આવે છે. અભિનંદન પાકિસ્તાનની આર્મીના હાથે પકડાયા બાદથી જ ભારત સરકારે તેમની મુક્તિના પ્રયાસો શરૂ કરી દીધા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદીએ અભિનંદનને પરત લાવવાની જવાબદારી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને સોંપી હતી. જે બાદમાં અજીત ડોભાલે પાકિસ્તાન પર દબાણ લાવવા માટે ખાસ રણનીતિ તૈયાર કરી હતી. જે અંતર્ગત ભારતે તેમના અનેક ભાગીદાર દેશો સાથે વાતચીત કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અજીત ડોભાલે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો સાથે આશરે 25 મિનિટ સુધી ફોન પર વાતચીત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *