શિયાળાની ઋતુ ખૂબ જ આનંદદાયક હોય છે પરંતુ તે પોતાની સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે. ખાસ કરીને શિયાળાની ઋતુ હૃદયના દર્દીઓ માટે ખતરનાક માનવામાં આવે છે. અભ્યાસ મુજબ આ સિઝનમાં હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર અને એરિથમિયા થવાની શક્યતાઓ ખુબ જ વધી જાય છે. આ ઋતુમાં શરીરનું યોગ્ય તાપમાન જાળવી રાખવા માટે આપણા શરીર અને હૃદયને વધુ મહેનત કરવી પડે છે. તેના કારણે આપણા હૃદય પર વધુ દબાણ આવે છે અને નબળા હૃદયવાળા લોકોમાં હૃદયની નિષ્ફળતાનું જોખમ વધી જાય છે.
શા માટે શિયાળાની ઋતુ હૃદયના દર્દીઓ માટે ખતરનાક છે.
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, શિયાળામાં તાપમાનમાં ઘટાડો થાય છે અને માનસિક રીતે શરીરને ગરમ રાખવાનો સંકેત આપે છે. જેવા કારણે નીચું તાપમાન નર્વસ સિસ્ટમને સક્રિય કરે છે, જે કેટેકોલામાઇન્સનું સ્તર વધારે છે. તે રક્તવાહિનીઓને સંકુચિત કરે છે, હૃદયના ધબકારા વધે છે, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે. જ્યારે રક્ત વાહિનીઓ સાંકડી થાય છે ત્યારે લોહી ગંઠાઈ જાય છે. આ બધી વસ્તુઓ હાર્ટ એટેકનું જોખમ વધારે છે.
અન્ય કારણો
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, વાયુ પ્રદૂષણ, શારીરિક પ્રવૃત્તિનો અભાવ, માનસિક દબાણ, ખાવાની ખરાબ આદતો અને આ ઋતુમાં થતા વાયરલ ઈન્ફેક્શનના કારણે પણ હાર્ટ એટેક તેમજ નિષ્ફળતાની શક્યતા ખુબજ વધી જાય છે. જે લોકોનું હૃદય નબળું હોય છે અથવા જેમને પહેલાથી જ કોઈ બીમારી હોય છે તેઓને આ સિઝનમાં સૌથી વધુ જોખમ રહે છે. કારણ કે આ સમયે તેમને શ્વાસ લેવામાં ખુબ જ તકલીફ અનુભવવી પડે છે. આ સિવાય આ સિઝનમાં ફ્લૂ અને ન્યુમોનિયા જેવી બીમારીઓ થવાની શક્યતાઓ ખુબ જ પણ વધી જાય છે.
શિયાળામાં આ રીતે રાખો હ્રદયની સંભાળ.
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે ઠંડીની ઋતુમાં ગરમ કપડા, મોજા અને ટોપી પહેરીને શરીરને ગરમ રાખવું ખુબ જ જરૂરી છે. વધુ પડતું ધુમ્રપાન અને આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ, યોગ કે ધ્યાન કરવું જોઈએ, શારીરિક પ્રવૃત્તિ વધારવી જોઈએ અને સારી અને સંપૂર્ણ ઊંઘ હૃદયને સ્વસ્થ રાખી શકે છે. નિષ્ણાતો આહાર પર વિશેષ ધ્યાન આપવાની ભલામણ કરે છે. તેમજ વધુ પડતું મીઠું અને મીઠાઈઓ ટાળો, ફળો અને સલાડનું પ્રમાણ વધારવું જોઈએ. સમયાંતરે હેલ્થ ચેકઅપ કરાવતા રહો તેમજ જો તમને કોઈ પણ પ્રકારની સમસ્યા જણાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.