ગુજરાતમાં શિયાળાની અસલ ગુલાબી ઠંડીનો અનુભવ, માઉન્ટ આબુમાં તાપમાન 2.4 ડિગ્રીએ પહોંચ્યું

માઉન્ટ આબુમાં શિયાળાની સિઝન જામી રહી છે. તાપમાનનો પારો પ્રતિદિન ગગડી રહ્યો છે. ત્યારે રવિવારે સવારે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો માઈનસ 2.4 ડિગ્રીએ પહોંચતા ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. 16 ડિસેમ્બરે માઉન્ટ આબુમાં ઠંડીનો પારો સામાન્ય કરતાં 6 ડિગ્રી નીચે ગગડ્યો, પરિણામ સ્વરૂપે સ્થાનિકો અને ટૂરિસ્ટો ઠંડીમાં ઠૂંઠવાયા.

માઉન્ટ આબુના તળાવમાં ઉભેલી નાવડીઓ, મેદાનો, બગીચા અને હોટેલો તેમજ ઘરની બહાર પાર્ક થયેલી કારો પર બરફ જામ્યો હતો. રવિવારે સવારે સિઝનનો પહેલી વાર માઉન્ટ આબુમાં બરફ જોવા મળ્યો હતો. પર્યટકો મેદાનોમાં જામેલા બરફની ચાદર જોઇ રોમાંચિત થઇ ઊઠ્યા હતા. જેના લીધે લોકોએ શિયાળાની અસલ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ઠંડીનું જોર વધતાં નાગરીકો ગરમ કપડામાં લપેટાવા લાગ્યાં છે. દિવસ દરમિયાન પણ સતત ઠંડા પવનો ફૂંકાતા લોકોએ દિવસે પણ સ્વેટર પહેરવા પડ્યાં હતા.

માઉન્ટઆબુના મુખ્ય આકર્ષણ નકી લેકમાં પાર્ક કરેલી હોડીઓની સીટ પર પણ બરફ જામી ગયો હતો. વહેલી સવારે ઝાકળ અને ભેજના કારણે આબુમાં હરફની આછી ચાદર છવાઈ હતી. જોકે, સ્થાનિકોના મતે આ સીઝનમાં પહેલીવાર આબુમાં હરફની છારી જોવા મળી છે. એટલે કે હવે માઉન્ટ આબુમાં શિયાળાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચુકી છે.

આબુમાં તાપમાનનો પારો ગગડતા મોડી રાત્રે ગાડીઓ પર બરફની ચાદર છવાઈ હતી. સ્થાનિકોએ ફૂટપટ્ટી અને સૂપડીની મદદથી બરફની છારી કાઢી હતી. આ મોસને ઉજવવા માટે ગિરિમથકમાં દૂરદૂરથી સહેલાણીઓ પણ ઉમટી પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *