થોડા જ દિવસમાં રાજ્યમાં પેટાચુંટણી નજીક આવી રહી છે ત્યારે આ પેટાચુંટણીને લઈ તડામાર તૈયારી ચાલી રહી છે સમગ્ર રાજ્યમાં પેટાચુંટણીનો દોર ચાલી રહ્યો છે. 3 નવેમ્બરનાં રોજ વિધાનસભાની કુલ 8 બેઠકોની પેટાચુંટણી યોજાવા માટે જઈ રહી છે.
પેટાચુંટણીમાં ભજપ તથા કોંગ્રેસ પક્ષના કાર્યકરો ચુંટણીનો પ્રચાર કરવામાં લાગી ગયાં છે ત્યારે અન્ય પક્ષના કાર્યકરો તથા આગેવાનોને પોતાના પક્ષમાં સામેલ કરવામાં આવી રહ્યાં છે. જેમાં સુરતનાં યુવાન ભાવેશ ઝાઝ્ડીયા, ધીરુ માંડવીયા, ઘનશ્યામ પટેલ, અમરશી પટેલ, ડોલર ચક્લાસિયા તથા બોટાદ જીલ્લાના પાટીદાર યુવાન દિલીપ સાબવાએ ભાજપના અધ્યક્ષ CR પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો છે.
આ અવસર પર ભાજપના આગેવાન ગોરધનભાઈ ઝડફિયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આજે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ બોટાદ જીલ્લા માં આવેલ ગઢડા તેમજ ઉમરાળાનાં પ્રવાસે ગયાં હતાં. આ દરમિયાન ગઢડામાં આવેલ પટેલ સમાજની વાડીમાં યોજવામાં આવેલ પ્રચાર સભામાં CR પાટીલની ઉપસ્તિથીમાં પાટીદાર અનામત આંદોલનની સાથે સંકળાયેલ યુવાનોએ કેસરિયો ધારણ કરીને ભાજપમાં જોડાઈ ગયાં છે.
આની સાથે જ સૌરાષ્ટ્ર તથા સુરત શહેરના આગેવાનોએ પણ કેસરિયો ધારણ કરીને ભાજપમાં જોડાઈ ગયાં છે. આની સાથે જ હાર્દિક પટેલના ટેકેદારો હતાં ત્યારે પેટાચુંટણીનાં સમયે ભાજપમાં પ્રવેશ કરતાં નવાં સમીકરણો યોજવામાં આવ્યા છે. આ યુવાનો સુરત શહેરમાં આવેલ વરાછા તેમજ કતારગામ વિસ્તારમાં રહે છે.
તેઓનું વતન ગઢડા તેમજ ઉમરાળા તાલુકો રહેલો છે. દિલીપ સાબવાની સાથે ભાવનગર જીલ્લા કોંગ્રેસનાં જાણીતાં નેતા તથા પ્રદેશ પ્રતિનિધિ નાનુભાઈ ડાખરા પણ કેસરિયો ધારણ કરીને ભાજપમાં જોડાઈ ગયાં છે.રાજ્યમાં 3 સપ્ટેમ્બરે વિધાનસભાની કુલ 8 સીટ પર પેટાચુંટણી માટે મતદાનનું આયોજન થવાનું છે ત્યારે બંને પક્ષોએ ઉમેદવારોને જાહેર કર્યાં પછી હવે જનતાને પોતાની બાજુ કરવાં માટે પ્રચાર પણ શરુ કરી દેવામાં આવ્યો છે. પેટાચુંટણીનું પરિણામ 10 નવેમ્બરનાં રોજ જાહેર કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle