ગુજરાત(Gujarat): વરસાદની મોસમ શરૂ થતાની સાથે જ સુરત(Surat)માં ટામેટા(Tomatoes)ના ભાવ બેગણા થઈ ગયા છે. જણાવી દઈએ કે, સુરત શહેરમાં એક મહિના પહેલા એક કિલો ટામેટા 30થી 50 રૂપિયાના ભાવે મળતા હતાં. સુરતમાં ટામેટાની ઓછી આવક થઇ જવાને કારણે ભાવ બેગણા થઈ ગયા છે. વાત કરવામાં આવે તો હાલ એક કિલો ટામેટાના ભાવ 80થી 100 રૂપિયા સુધી આસમાની સપાટીએ પહોંચી ગયા છે. સુરત શહેરમાં સામાન્ય દિવસોમાં રોજ 300 ટન જેટલા ટામેટાની આવક થઇ રહી છે પરંતુ હાલમાં 200 ટન જેટલા જ ટામેટાની આવક થાય છે.
ટમેટાનો માલ ઓછો આવતાં મુશ્કેલી:
સુરતમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકના ગામોમાંથી ટામેટા આવે છે. જો વાત કરવામાં આવે તો સામાન્ય દિવસોમાં રોજ 30 ટ્રક ટામેટા આવે છે. પરંતુ હાલ વરસાદની મોસમ હોવાને કારણે કર્ણાટકથી ટામેટાંનો જથ્થો ઓછા પ્રમાણમાં આવી રહ્યો છે. વાત કરવામાં આવે તો હાલ સુરતમાં કુલ 20 ટ્રક ટામેટા આવે છે અને એક ટ્રકમાં 10 ટન જેટલા ટામેટા હોય છે.
એપીએમસીના ડિરેક્ટર બાબુ શેખ કહી રહ્યા છે કે, ‘શહેરમાં હાલ ટામેટાની આવક ઓછી થઇ છે. અન્ય શાકભાજીના ભાવમાં હજી કોઈ વધારો થયો નથી. આગામી સમયમાં વરસાદ કેવો પડશે તેના આધારે આવનારા દિવસોમાં શાકભાજીના ભાવ વધ-ઘટ થઇ શકે છે.
ટમેટાના ભાવમાં ઘટાડો કે વધારો તે તો આવનારા દિવસમાં જે પ્રમાણે વરસાદ થશે તે પ્રમાણે ભાવમાં ફેરફાર થઇ શકે છે. સ્તાહે અન્ય શાકભાજીમાં પણ આવનારા સમયમાં વધારો ઘટાડો થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.