આજના સમયમાં ઘણા બધા લોકો બેરોજગાર છે. ઘણી બધી જગ્યાએ નોકરી શોધવાનો પ્રયાસ કર્યા બાદ પણ જો તમે બેરોજગાર છો, તો આજે અમે તમને એવા કરિયર ઓપ્શન બતાવવા જઈ રહ્યા છીએ કે જેમાં તમે પોતાની લાઇફ બનાવી શકો છો. આ ત્રણ કરિયરમાં તમારે કોઈપણ જાતની ડિગ્રી ની જરૂર નથી. આ એવા કરિયર ઓપ્શન છે કે જેમાં તમે ઘરબેઠા, પોતાના સમય અનુસાર 20 હજાર રૂપિયાથી માંડીને 2 લાખ રૂપિયા સુધી કમાઇ શકો છો.
1) સોશિયલ મીડિયા મેનેજર :-
આજનો સમય સોશિયલ મીડિયાનો છે. જો તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવડત ધરાવો છો, તો તમે પોતાનું કરિયર પણ બનાવી શકો છો. આજના સમયમાં દરેક નાની-મોટી કંપનીને સોશિયલ મીડિયા દ્વારા પોતાનો પ્રચાર કરવો છે, તો તમે આ કંપનીઓને સંપર્ક કરીને જણાવી શકો છો કે તમે કઈ રીતે તે કંપનીના પ્રોડક્ટનું માર્કેટિંગ કરશો. જો કંપનીને તમારે આવડત પર ભરોસો બેસે તો તે તમને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ના મેનેજર બનાવી દેશે.
આમાં કોઇપણ જાતની સમય મર્યાદા પણ નથી હોતી. દિવસમાં જ્યારે પણ તમને ટાઈમ મળે, તમે આ કામ કરી શકો છો. દરેક નાનામાં નાની કંપની પણ સોશિયલ મીડિયા મેનેજર સાથે 1 થી 2 લાખ રૂપિયાનો કરાર કરે છે.
2) બ્લોગિંગ :-
જો તમને પણ લેખ લખવા ગમે છે અને તમે પણ લેખન માં આવડ ધરાવો છો તો તમે આ કરીએ પસંદ કરી શકો છો. તમારે પોતાનું એક બ્લોગ બનાવવાનો રહેશે, અથવા તો એક નાનકડી વેબસાઈટ થી પણ શરૂ કરી શકો છો. આ વેબસાઇટ પર કોઈ પુસ્તક, ફેશન, બોલીવુડ, નવા ફિલ્મો, હેલ્થ, બ્યુટી ટીપ્સ વગેરે પર બ્લોગ લખી શકો છો. આ ક્રિયા તમારા માટે બેસ્ટ છે કારણ કે હાલના સમયમાં દરેક વ્યક્તિ ને આ બધી બાબતોમાં રસ છે. જ્યારે તમારા બ્લોગ પર લોકોની સંખ્યા વધવા લાગે તો ગૂગલ એડસેન્સ નો ઉપયોગ કરીને પૈસા કમાઇ શકો છો. આજે ઘણા બધા લોકો આ રીતે લાખો રૂપિયા મહિને કમાઈ રહ્યા છે.
3) યુ-ટ્યૂબ :-
આજનો યુવાન પોતાનો સૌથી વધુ સમય યુ-ટ્યૂબ પર વિતાવે છે. તમે જો યુ-ટ્યૂબ વાપરતા હશો તો તમે જોયું હશે તે લોકો જોક્શ, કારટુન, મોબાઈલ રીવ્યુ વગેરેનો વીડિયો બનાવીને યુ-ટ્યૂબ પર મૂકે છે જેને લાખો લોકો જુએ છે અને ફોલો પણ કરે છે. યુ-ટ્યૂબ ના કારણે ઘણા બધા યુવાનો આજે સ્ટાર બની ગયા છે.ભુવન બામ, આશીષ ચંચલાની વગેરેને તમે જાણો છો કે જે યુ-ટ્યૂબ થી લાખો રૂપિયા કમાઈ છે. જો તમે પણ કોઈ ફિલ્ડ વિશે સારી માહિતી ધરાવો છો તો તમે પણ સરળતાથી યુ-ટ્યૂબ પર વીડિયો બનાવીને મૂકી શકો છો. આ ઉપરાંત તમે કોઈ કંપનીના પ્રોડક્ટ ને પણ જાહેરાત કરીને યુ-ટ્યૂબ પર પૈસા કમાઇ શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.