ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ(BJP)માં ભરતી મેળો શરુ થઇ ગયો છે. હમણાં 1 દિવસ પહેલ 2 જૂનના રોજ હાર્દિક પટેલ(Hardik Patel) ભાજપમાં જોડાયો હતો. ત્યારે આજે ફરી ભાજપમાં ફરી એક નેતા જોડાયા હતા. ભાજપમાંથી ચૂંટણી લડી પ્રધાન બનેલા અને શકરસિંહના સમયે ભાજપમાંથી અલગ થઈ રાજપામાં જનાર અને ગઈ વિધાનસભાની ચૂંટણીમાં જંબુસર બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનારા ભરૂચ જિલ્લાના નેતા ખુમાનસિંહ વાસીયા(Khumansinh Keshrisinh Vansia) કેસરિયો ધારણ કરી લીધો છે. સાથે સાથે ગુજરાત કોંગ્રેસના પૂર્વ મહામંત્રી દલપત વસાવા(Dalpat Vasava) પણ ભાજપમાં જોડાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બપોરેના 12.30 વાગ્યે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.
Live: પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લાના કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા તેમજ જાણીતા આગેવાનો અને તેમના સમર્થકોનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત | સ્થળ: પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ https://t.co/0TwnEPEOvS
— BJP Gujarat (@BJP4Gujarat) June 4, 2022
ભાજપમાં જોડાયા પછી ધારાસભ્યના પૂર્વ ધારાસભ્યના બોલ બદલાયા:
આજરોજ પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ વાસિયા ગાંધીનગર કમલમ ખાતે વિધિવત રીતે કેસરીયો ધારણ કર્યો હતો.ત્યારબાદ તેઓએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં એક વિવાદીત નિવેદન આપતાં કહ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં દારૂબંધી હટાવી લેવી જોઇએ. ખુમાનસિંહ વાસિયાએ કહ્યું કે, આજે પણ હું દારૂબંધી હટાવવાની તરફેણમાં છું.
ભાજપને એલફેલ શબ્દો ભાંડનાર હાર્દિક અંતે કમલમ શરણમ:
પાટીદાર અનામત આંદોલનથી પાટીદારનો ચહેરો બનેલા હાર્દિક પટેલે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપીને હવે ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયો છે. પરંતુ આ સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા ન હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાર્દિક પટેલને ટોપી પહેરાવીને ભાજપના સ્વાગત કર્યું હતું.
હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યું હતું કે, રાષ્ટ્રહિત, રાજ્ય હિત, જનહિત અને સામાજિક હિતની લાગણી સાથે હું આજથી એક નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યો છું. ભારતના સફળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર સેવાના ઉમદા કાર્યમાં હું નાના સૈનિક તરીકે કામ કરીશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.