‘હવે મર્યા વિના છૂટકો નથી’ પિયરમાં માતા સાથે છેલ્લી વાત કરી પરણિતાએ ટુકાવ્યું જીવન, સંતાન ન થતાં…

આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે હાલ આવી જ વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, કલોલ (Kalol)ના કલ્યાણપુરા(Kalyanpura) પાસે રહેતી પરણિતાએ સાસરીયાના ત્રાસથી આપઘાત કરી લીધો છે. હાલ આ અંગે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેને પગલે પોલીસે મૃતકના પતિ, સાસુ-સસરા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મીનલબા રણજીતસિંહ ચૌહાણે કલોલના કલ્યાણપુરામાં વિજયનગર ગેટ નંબર-2 પાસે રહેતી હતી. મીનલબાના લગ્ન 2016માં કલ્યાણપુરા ખાતે રહેતાં બળદેવસિંહ નાગરસિંહ ઝાલાના દીકરા મિતેષસિંહ સાથે થયા હતા. ત્યારે 2018માં મીનલબાએ માતાને ફોન કરીને સસરા ખરાબ નજર રાખતા હોવાની ફરિયાદ કરી હતી. જેથી મિત્તલબાએ પોતાના વેવાણ એવા મંજુલાબાને આ અંગે જાણ કરી હતી.

આ ઘટનાની જાણ વેવાણને કરતા મૃતકના પતિ, સાસુ-સસરાએ તેને ત્રાસ આપવાનુ શરૂ કર્યું હતું. આ દરમિયાન મીનલબા પિયરમાં આવીને ફરિયાદો કરતી હતી. પરંતુ પરિવારજનો તેને સંસાર બગડે નહીં તે માટે સમજાવીને પરત મોકલી દેતા હતા. લગ્નના વર્ષો પછી પણ સંતાન ન થતાં સાસરીયા આ બાબતે પણ પરણિતાના ત્રાસ આપતા હોવાની દાવા ફરિયાદમાં થયો છે. જેને પગલે તેણે શનિવારે બપોરે આશરે બે વાગ્યાના અરસામાં ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આપઘાતના આગલા દિવસે જ ઘરે ફોન કર્યો હતો:
આ અંગે મૃતકની માતાએ જણાવ્યું હતું કે, 30 સપ્ટેમ્બરની રાત્રે મીનલબાએ ફોન કરીને સાસરીયાના ત્રાસ સહન ન થતો હોવાની ફરિયાદ કરી હતી. જેમાં મૃતક મિનલે હવે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી હોવાનું કહ્યું હતું. જોકે બીજા જ દિવસે એટલે 1 ઓક્ટોબરે બપોરે ત્રણ વાગ્યે તેમના પર વેવાઈનો ફોન આવ્યો હતો અને દીકરીએ ગળેટુંપો ખાધો હોવાની જાણ કરી હતી. જેને પગલે પરિવારના સભ્યો તાત્કાલિક કલોલ પહોંચ્યા ત્યારે પલંગ પર દીકરીની લાશ જોવા મળી હતી.

જાણવા મળ્યું છે કે, છેલ્લા ચાર-પાંચ વર્ષથી ચાલતા ઝગડા વચ્ચે દોઢ વર્ષ પહેલાં મીનલ રિસાઈને ઘરે આવી હતી. તે સમયે પણ પતિ તેની સાથે ફોન પર વાતો કરતો હતો. જેથી તેને લાગી આવતા તેણે ઉંધઈ મારવાની દવા પી લીધી હતી. હાલ આ અંગે મૃતકની માતા દ્વારા દીકરીના સાસરિયાવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને પગલે હાલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *